મનોરંજન

બોલિવૂડ અભિનેત્રીનો થયો ભયંકર અકસ્માત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની અને અભિનેત્રી કાશ્મીરા શાહ તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. એક્ટિંગમાં કરિયર બનાવ્યા બાદ કાશ્મીરા હવે મોટા અને નાના પડદાથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેનો દબદબો હજુ પણ કાયમ છે. કાશ્મીરા શાહ તેની અંગત અને પ્રોફેશનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં કાશ્મીરા શાહે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ચોંકાવનારા સમાચાર શેર કર્યા છે, જેના કારણે તેના ચાહકો ઘણા ચિંતિત થઇ ગયા છે. દરેક વ્યક્તિ અભિનેત્રીના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેત્રીએ લોહીથી લથબથ ફાટેલા કપડાં સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. કાશ્મીરાએ પોસ્ટમાં જણાવ્યું છે કે અકસ્માત ઘણો ભયંકર હતો, પણ તે બચી ગઇ છે. તેણે ભગવાનનો આભાર પણ માન્યો છે.

તેણે લખ્યું હતું કે ભગવાનનો ખૂબ ખૂબ આભાર, એ ઘણું જ ખતરનાક હતું. કંઇક મોટું થવાનું હતું, પણ નાનામાં પતી ગયું. આશા રાખું છું કે કંઇ ડરામણું નહીં થાય. દરેક દિવસ, દરેક ક્ષણ જીવો. આજે હું મારા પરિવારને ખૂબ જ મિસ કરી રહી છું.

કાશ્મીરાની આ પોસ્ટ ઉપર ફેન્સ અને સેલેબ્સ સતત કમેન્ટ કરી રહ્યા છે. કૃષ્ણા અભિષેકે પણ લખ્યું છે કે, ‘ભગવાનનો આભાર કે તમે સુરક્ષિત છો.’

અભિનેત્રી કિશ્વર મરચન્ટે કાશ્મીરાને પૂછ્યું છે કે, ‘તમે ઠીક છો? ‘ દીપશિખા નાગપાલે અને રાજેશ ખટ્ટરે તેના વહેલાસર પાછા ફરવાની કામના કરી છે. પૂજા બેદીએ પણ તેના અકસ્માતના સમાચાર પૂછ્યા છે. તનાઝ ઈરાનીએ પણ લખ્યું છે કે ,’OMG આ ખૂબ જ ખતરનાક છે. ‘

આ પણ વાંચો : ગોવિંદાને ગોળી વાગી તો દુશ્મની ભૂલાવી પહોંચી ગઇ કાશ્મીરા શાહ

કાશ્મીરા પહેલા અભિનેતા ગોવિંદા પણ મુશ્કેલીમાં મૂકાઇ ગયો હતો. પિસ્તોલ સાફ કરતી વખતે અચાનક ટ્રિગર દબાઇ જતા ગોવિંદાને પગમાં ગોળી વાગી ગઇ હતી અને તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

વર્કફ્રન્ટ પર વાત કરીએ તો કાશ્મીરા શો લાફ્ટર શેફ્સમાં જોવા મળી હતી. આ શોમાં તેનો પતિ કૃષ્ણા અભિષેક પણ હતો. કાશ્મીરાએ શોમાં ઘણી મસ્તી કરી હતી અને ફેન્સને એન્ટરટેઇન કર્યા હતા.

આપણે પણ આશા રાખીએ કે અભિનેત્રી ઠીક હોય અને તલવારનો ઘા સોયથી સર્યો હોય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button