બ્યુટી ક્વીન કશિશ મેઠવાની હવે બની લેફ્ટનન્ટ, રેમ્પ વોકથી રાઈફલ સુધીની આ પ્રેરણાદાયી સફર… | મુંબઈ સમાચાર
મનોરંજન

બ્યુટી ક્વીન કશિશ મેઠવાની હવે બની લેફ્ટનન્ટ, રેમ્પ વોકથી રાઈફલ સુધીની આ પ્રેરણાદાયી સફર…

કશિશ મેઠવાની…આજે લોકોની જીભે ચડેલું એક એવું નામ છે કે જેણે એક નવી મિસાલ કાયમ કરી છે અને એના વિશે જાણીને બધા જ દંગ થઈ ગયા છે. લાખો કરોડો મહિલાઓ માટે કશિશ આજે પ્રેરણાસ્રોત સમાન બની ગઈ છે. પુણેમાં જન્મેલી કશિશે મોડેલિંગ અને બ્યુટી ક્વીન બન્યા બાદ ભારતીય સેનામાં ઓફિસર બનવાની સફર ખેડી છે. ચાલો જોઈએ કશિશની રેમ્પ વોકથી રાઈફલ થામવાની આ પ્રેરણાદાયી સફર…

2023માં મિસ ઈન્ટરનેશનલનો ખિતાબ જિતનારી કશિશ મેઠવાનીએ ગ્લેમરની દુનિયા છોડીને દેશ સેવાને પસંદ કરી અને હવે તેણે ઈન્ડિયન આર્મીનો યુનિફોર્મ પહેર્યો છે. મોડેલિંગ અને બ્યુટી પેજેન્ટ્સ સાથે સાથે કશિશે 2024માં કંબાઈન્ડ ડિફેન્સ સર્વિસેઝ (સીડીએસ) પરીક્ષમાં ઓલ ઈન્ડિયા રેંક 2 હાંસિલ કર્યો કર્યો છે અને હવે ચેન્નઈ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં કમિશન હાંસિલ કર્યો છે.

આ પણ વાંચો : બોલીવુડથી દૂર રહીને પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે તસ્મિયા અલી, જાણો કોણ છે?

બ્યુટી પેજેન્ટ જિત્યા બાદ કશિશ શોબિઝ વર્લ્ડમાં સક્સેસફૂલ કરિયર બનાવી શકતી હતી, પરંતુ તેણે દેશની સેવા કરવાનું પસંદ કર્યું. આ માટે કશિશે સારી એવી મહેનત કરી હતી અને તેણે પોતાના લાંબા ઘાટ્ટા વાળ પણ કપાવી દીધા હતા. જોકે, કશિશને આ વાતનું કોઈ દુઃખ નથી અને તેણે ખૂબ જ ગર્વ સાથે પોતાના આર્મી કટ વાળને સ્વીકારી લીધા હતા.

કશિશના ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો કશિશના પિતા વૈજ્ઞાનિક છે અને માતા ટીચર છે. બાળપણથી સંસ્કારો અને શિક્ષણની છત્રછાયામાં મોટી થયેલી કશિશે પોતાની સ્કૂલ અને કોલેજની કોમ્પિટિશનમાં પણ આગળ વધીને ભાગ લીધો હતો. કશિશે નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ની ટ્રેનિંગ પણ લીધી છે અને તેણે એમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં ગણતંત્ર દિવસની પરેડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓલ ઈન્ડિયા બેસ્ટ કેડેટની ટ્રોફી પણ કશિશને આપવામાં આવી હતી.

આ પણ વાંચો : અનન્યા પાંડેના સ્ટાઇલિશ અને બોલ્ડ લૂકે જીત્યા લોકોના દિલ, જુઓ ક્યાં પહોંચી?

હવે કશિશ લેફ્ટિનન્ટના રૂટમાં ભારતીય આર્મીના એર ડિફેન્સ વિંગમાં સેવા આપી રહી છે, જ્યાં તેમની જવાબદારી ખૂબ જ મોટી અને પડકારજનક રહેશે. કશિશને ડ્રિલ, શૂટિંગ અને માર્ચિંગ જેવી પ્રતિયોગિતાઓમાં ગોલ્ડ મેડલ પણ જિત્યા છે. એક વર્ષની મહેનત અને ટ્રેનિંગ બાદ કશિશને છ સપ્ટેમ્બરના ભારતીય સેનાની એર ડિફેન્સ રેજિમેન્ટમાં ઓફિશિયલી સામેલ થઈ ગઈ છે.

કશિશે આ સિદ્ધિને હાંસિલ કરીને એક મિસાલ કાયમ કરી છે અને નારી શક્તિનું એક આગવું ઉદાહરણ આપ્યું છે. ટૂંકમાં કહીએ તો કશિશ બ્યુટી વિથ બ્રેનનું પરફેક્ટ એક્ઝામ્પલ સેટ કર્યું છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button