Bhool Bhulaiyaa 3ની રિલિઝ પહેલા આ મંજૂલિકા ક્યાંથી આવી? જેને જોઈને તમે…
દિવાળી પર ભૂલભૂલૈયા ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ આવી રહી છે. ત્રણેય સિક્વલમાં મંજૂલિકાનું પાત્ર સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અગાઉ વિદ્યાબાલન પછી તબ્બુ અને હવે ફરી વિદ્યા બાલન આ પાત્ર ભજવી રહી છે. જોકે રૂહ બાબાએ એક વીડિયો શેર કર્યો છે, તેમાં પણ મંજૂલિકા દેખાય છે, પણ તે ન તો વિદ્યા બાલન છે કે ન તબ્બુ.
| Also Read: Big Boss શરુ થયા પૂર્વે સલમાન માટે આ મહારાજે કરી કમેન્ટ, થઈ જોરદાર વાઈરલ
આ વીડિયોમાં મંજુલિકાનો પોશાક પહેરેલી એક છોકરી મજાકિયા અંદાજમાં લોકોને ડરાવતી જોવા મળી રહી છે.
આ ફિલ્મ બૉલીવુડની સૌથી પ્રિય ફ્રેન્ચાઇઝી છે જેની ત્રીજી સિઝનની પણ લોકો રાહ જોઈ રહ્યા છે. 1 નવેમ્બરના રોજ રિલીઝ થનારી આ હોરર-કોમેડી ફિલ્મ દર્શકોને મંજુલિકા અને રૂહ બાબાની ડરામણી અને રમૂજી દુનિયામાં પાછા લઈ જશે. નિર્માતાઓ અને સ્ટાર કાસ્ટ કરતાં પણ વધુ નેટીઝન્સમાં ફિલ્મ જોવાનો ક્રેઝ છે. ભૂલ ભુલૈયા 3 ની રિલીઝ પહેલા રૂહ બાબા એટલે કે કાર્તિક આર્યનનો આ વીડિયો વાયરલ થયો છે અને આ મંજૂલિકા ડરાવવાને બદલે બધાને હસાવી રહી છે. વીડિયોમાં મંજુલિકા જેવા ડરામણા પોશાક પહેરેલી મહિલા ફૂડ કોર્ટમાં ફરતી જોવા મળે છે. કાર્તિકે લખ્યું છે કે આ મંજૂલિકા મળે તો મને કહેજો.
| Also Read: આ અઠવાડિયે ત્રણ શાનદાર ફિલ્મોની થશે ટક્કર, કોણ બાજી મારશે?
આમ્હી જે તુમાર મેરે ઢોલના ગીત ભારે ફેમસ થયું હતું અને મંજૂલિકા પર પિક્ચરાઈઝ થયું હતું. આ વીડિયોમાં પણ આ ગીત વાગી રહ્યું છે. જોકે મંજૂલિકાના રોલમાં વિદ્યા બાલને જીવ રેડી દીધો હતો જ્યારે રૂહ બાબા તરીકે અક્ષય કુમારે બધાને ખૂબ હસાવ્યા હતા. ભૂલ ભૂલૈયા 2 એ જાદુ લાવી શકી ન હતી, છતાં ફિલ્મે સારી કમાણી કરી હતી. હવે થ્રી નિર્માતાઓને કેટલું કમાઈ આપે છે તે જોવાનું રહેશે.