કાર્તિક આર્યનના અમેરિકા પ્રોગામ મામલે કેમ થઈ રહી છે કોન્ટ્રોવર્સી? | મુંબઈ સમાચાર

કાર્તિક આર્યનના અમેરિકા પ્રોગામ મામલે કેમ થઈ રહી છે કોન્ટ્રોવર્સી?

અભિનેતા કાર્તિક આર્યન 15મી ઑગસ્ટના રોજ અમેરિકા એક કાર્યક્રમમા જવાનો હતો તેવી વાત ફેલાતા જ વાતાવરણ ગરમાઈ ગયું. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)એ પત્ર લખીને કાર્તિકને આ કાર્યક્રમમા ભાગ ન લેવા જણાવ્યું છે.

વાસ્તવમાં થયું એમ છે કે આ કાર્યક્રમ તો અમેરિકાના હ્યુસ્ટનમાં છે, પરંતુ તેના આયોજક અહીંની પાકિસ્તાની રેસ્ટોરાંના માલિક છે. આ કાર્યક્રમ ભારત-પાકિસ્તાન સ્વતંત્રતાદિવસના સંદર્ભમાં યોજાયેલો છે. ફેડરેશને કાર્તિકને આ પ્રોગ્રામમાં બાગ ન લેવા જણાવ્યું છે અરે 22મી એપ્રિલે થયેલા પહેલગામ હુમલાની યાદ અપાવી છે. કાર્તિકની ટીમે અભિનેતા આવા કોઈ કાર્યક્રમમાં જવાનો નથી તેવી સ્પષ્ટતા બાદ પણ ફેડરેશને લાંબોલચક પત્ર લખી આર્યનને ઠપકાર્યો છે.

શું લખ્યું છે પત્રમાં?

FWICE ના પત્રમાં લખ્યું છે કે તું સારી રીતે જાણો છો, FWICE એ ભારતીય ફિલ્મ ઉદ્યોગના તમામ સભ્યોને પાકિસ્તાની કલાકારો, ટેકનિશિયનોનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્દેશ જારી કર્યો છે કારણ કે ભારત સામે આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાનની સતત સંડોવણી રહી છે, જેમાં પહેલગામમાં તાજેતરમાં થયેલા ક્રૂર હુમલાનો પણ સમાવેશ થાય છે, જેમાં નિર્દોષ ભારતીય નાગરિકો અને પ્રવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

પત્રમાં લખ્યું છે સ્વતંત્રતા દિવસ નિમિત્તે આગા રેસ્ટોરન્ટ અને કેટરિંગ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. તે પાકિસ્તાન સ્થિત સંસ્થા છે જેની માલિકી શંકત મારેડિયા છે. આ કાર્યક્રમ ભારત અને પાકિસ્તાન બંનેના સ્વતંત્રતા દિવસની સંયુક્ત ઉજવણીના નામે યોજાઈ રહ્યો છે અને તેમાં તમે હાજરી આપવા જઈ રહ્યા હોવાનું અમારી જાણમાં આવ્યું છે.

કાર્તિક, તું ફક્ત સુપરસ્ટાર નથી, તું ભારતની યુવા પેઢી, તેની સંસ્કૃતિ અને તેના ગૌરવનો પ્રતિનિધિ છે. આ દેશે તને બધું જ આપ્યું છે, નામ, ખ્યાતિ, સંપત્તિ અને અપાર પ્રેમ. આવી સ્થિતિમાં, તને એક એવા દેશ દ્વારા આયોજિત કાર્યક્રમ સાથે જોવું, જે ભારતમાં આતંકવાદને સતત સમર્થન આપતો રહ્યો છે, તે માત્ર નિરાશાજનક જ નથી પણ દરેક ભારતીય માટે હૃદયદ્રાવક પણ છે, તેવું પણ આ પત્રમાં લખવામાં આવ્યું છે.

જોકે કાર્તિકની ટીમના જણાવ્યા અનુસાર અભિનેતાએ આ પ્રકારના કાર્યક્રમમાં હાજરી આપવાની કોઈ તૈયારી બતાવી નથી અને આયોજકોને આવી કોઈ જાહેરાતો કરી હોય તો પાછી ખેંચવા કહ્યું છે.

આ પણ વાંચો…કાર્તિક આર્યને કોલ્ડપ્લે કોન્સર્ટમાં કોની સાથે કરી ‘ચિટિંગ’?, ફેન્સે કહ્યું…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button