સાઉથની આ અભિનેત્રી બનશે કાર્તિક આર્યન અર્ધાંગિની? Upcoming ફિલ્મમાં સાથે કરી રહ્યા છે કામ…

Entertainment News: બોલીવુડમાં એવા ઘણાં અભિનેતાઓ છે જે પોતાના દમ પર સુપરસ્ટાર બન્યો છે. આ યાદીમાં કાર્તિક આર્યનનું નામ પણ સામેલ છે. કાર્તિક આર્યને અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ખાસ કરીને 2024 કાર્તિક માટે ખુબ જ શાનદાર રહ્યું હતું. કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 એ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. આ વર્ષે પણ કાર્તિક એક મોટી ફિલ્મ લઈને આવી રહ્યો છે. પરંતુ અત્યારે વાત તેની ફિલ્મની નહીં પરંતુ વ્યક્તિગત જીવનની છે. કાર્તિક આર્યન અને સાઉથની અભિનેત્રી શ્રીલીલાને ડેટ કરી રહ્યાં હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
Also read : પોતાનાથી 36 વર્ષ નાની એક્ટ્રેસ સાથે બી-ટાઉનના દિગ્ગજ અભિનેતાએ આપ્યો એવો કિસિંગ સીન કે…
કાર્તિક આર્યન અને શ્રીલીલા ડેટિંગ કરી રહ્યાં હોવાની ચર્ચાઓ

કાર્તિક આર્યનની મમ્મીએ એક શોમાં પોતાના દીકરાના લગ્ન થાય તે માટે આશા વ્યક્ત કરી હતી. જો અત્યારે કાર્તિક અત્યારે સાઉથની અભિનેત્રી શ્રીલીલાને ડેટ કરી રહ્યો હોય તો તેની મમ્મીનું સપનું પુરી થઈ શકે તેમ છે. કાર્તિકની માતાની અચ્છા એવી હતી તે કાર્તિક ડૉક્ટર છોકરીથી લગ્ન કરે, જેથી ખાસ વાત છે કે, શ્રીલીલા ડોક્ટરેટ (પીએચડી) તો છે, પરંતુ સાથે સાથે તેણે એમબીબીએસનો અભ્યાસ પણ કર્યો છે. કાર્તિક આર્યન અને શ્રીલીલા ડેટ કરે તેવું કાર્તિકની માતા સાથે ફેન્સ પણ ઇચ્છી રહ્યાં છે.
Also read : IIFA: ફિલ્મ ‘લાપતા લેડીઝ’એ આઇફામાં મચાવી ધૂમ, ફિલ્મએ જીત્યા 10 એવોર્ડ…
કાર્તિક આર્યનની ફિલ્મ આશિકી 3 આ દિવાળી પર રિલીઝ થશે

કાર્તિક આર્યન ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 એ બોક્સ ઓફિસ પણ ધૂમ કમાણી કહી હતી. મહત્વની વાત એ છે કે, કાર્તિક આર્યનની આ ફિલ્મે અજય દેવગણની ફિલ્મ સિંઘમ અગેનને પણ પાછળ છોડી દીધી હતી. એક વાત તો નક્કી જ છે કે કાર્તિક આર્યને લોકોના દિલમાં આગવું સ્થાન જમાવી લીધું છે, એટલા માટે જ તેની ફિલ્મો ધૂમ કમાણી કરે છે. કાર્તિક આર્યને માત્ર 10 વર્ષમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા તરીકે નામના મેળવી લીધી છે. આ વર્ષે દિવાળી પર પણ કાર્તિક આર્યનની નવી ફિલ્મ આવી રહીં છે. કાર્તિક આર્યનની ફિલ્મ આશિકી 3 આ વર્ષે દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. મોટી વાત એ છે કે, આ ફિલ્મ આશિકી 3માં સાઉથની અભિનેત્રી શ્રીલીલા જ છે. આ ફિલ્મને અનુરાગ બાસુ ડિરેક્ટ કરી રહ્યાં છે.