મુંબઇના ટ્રાફિકથી બચવા કાર્તિક આર્યને કર્યું કંઇક એવું કે….., ફેન્સે કહ્યું અસલી હીરો
કાર્તિક આર્યન બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કરીને પોતાના ચાહકોને દિવાના બનાવ્યા છે. આ જ કારણ છે કે ચાહકો પણ તેની ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે. હવે અભિનેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે.
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન તાજેતરમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેણે ફેન્સ સાથે સેલ્ફી માટે પોઝ પણ આપ્યા હતા. મળતી માહિતી મુજબ તેણે મુંબઈના ભારે ટ્રાફિકથી બચવા માટે મેટ્રોનો રસ્તો અપનાવ્યો હતો. ઘણા પાપારાઝીઓએ આ વીડિયો ક્લિપ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરી છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બ્લેક ટી-શર્ટ, બ્લુ જીન્સ અને વ્હાઇટ સ્નીકર્સ પહેરીને કાર્તિકે ખૂબ જ આરામથી ચાહકોની વચ્ચે પોતાને એડજસ્ટ કરી દીધો હતો. વાયરલ વીડિયોમાં કાર્તિક તેના ફેન્સ સાથે ખૂબ જ આરામદાયક રીતે પોઝ આપતો જોઈ શકાય છે. આ દરમિયાન કાર્તિક આર્યન મેટ્રોમાં સાથી મુસાફરો સાથે ખૂબ જ નમ્રતાથી વાત કરતો હતો. તેણે તેના તમામ ચાહકોને સેલ્ફી માટે પોઝ આપ્યા હતા.
આ વીડિયો આર્યને તેના એક્સ પેજ પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે તેના સંઘર્ષના દિવસોમાં, ઓડિશન માટે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાથી લઈને શૂટ માટે જાહેરમાં મુસાફરી કરવા સુધી,
મેટ્રોમાં મુસાફરી કરતા કાર્તિક આર્યનની આ વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. ઈન્ટરનેટ યુઝર્સે પણ આ અંગે જોરદાર કોમેન્ટ કરી છે. મોટા ભાગના નેટીઝન્સે અભિનેતાને એક મહાન અભિનેતા અને એક મહાન વ્યક્તિ ગણાવ્યો છે. એક વ્યક્તિએ લખ્યું હતું, ભગવાન કાર્તિક આર્યનનું ભલું કરે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન આ દિવસોમાં તેની ફિલ્મ ચંદુ ચેમ્પિયનને લઈને ચર્ચામાં છે. અભિનેતાની આ ફિલ્મ આવતા મહિને જૂનમાં રિલીઝ થશે. કાર્તિક આર્યન હાલમાં તેની આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં વ્યસ્ત છે, જેમાં તૃપ્તિ ડિમરી પણ પ્રવેશી છે. હોરર-કોમેડી ફિલ્મમાં સૌપ્રથમ મંજુલિકાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી વિદ્યા બાલન પણ આ ફ્રેન્ચાઈઝીમાં પરત ફરી રહી છે.