Black Bikiniમાં કરિશ્માએ આગ લગાવી, જોઈ લો તેના બોલ્ડ અંદાજને
સ્કૂપ ફેમ અભિનેત્રી કરિશ્મા તન્ના આજકાલ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહે છે. ફિલ્મોમાં બહુ ઓછું કામ કર્યું છે, પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને ચર્ચામાં રહે છે. તાજેતરમાં કરિશ્મા તન્નાએ બ્લેક બિકિનીની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જોરદાર વાઈરલ થઈ હતી.
બિકિનીમાં સ્વિમિંગ પુલમાં ઉતરીને રીતસર આગ લગાવી હતી. કરિશ્મા તન્નાના સિઝલિંગ ફોટોગ્રાફ જોઈને લોકોએ અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તાજેતરમાં બ્લેક બિકિની સહિત બ્લુ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. દરિયા કિનારાના સ્વિમિંગ પુલમાં એન્જોય કરતી જોવા મળતા લોકોના મનમાં વસી ગઈ છે.
બ્લુ કલરની મોનોકિનીમાં કરિશ્માએ એક કરતા બોલ્ડ અંદાજમાં ફોટો શૂટ કરાવ્યું હતું. દરિયા કિનારા સિવાય હિલ સ્ટેશન પર વેકેશનની મોજ માણતી કરિશ્માએ બોલ્ડ ફોટોશૂટ કરવાની સાથે સનગ્લાસ પહેરીને પૂલ સાઈડ પોઝ આપ્યા હતા. એના પછી નેવી બ્લુ કલરની મોનોકિનીમાં પુલમાં ડૂબેલી કરિશ્માએ તેના હોટ અંદાજ સાથે સનગ્લાસ અને માથામાં લાલ ફૂલ નાખીને મસ્ત પોઝ આપ્યા હતા.
સોશિયલ મીડિયા પર કરિશ્મા ખાસ એક્ટિવ રહે છે, જ્યારે તેના ઈન્સ્ટાગ્રામ પર મોટા ફેન અને ફોલોઅર્સની સંખ્યા ધરાવે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરિશ્મા તન્નાએ ‘ક્યોકિં સાસ ભી કભી બહૂ થી’ ટેલિવિઝનની સિરિયલથી ડેબ્યૂ કર્યું હતું.