બીચ પર આ શું પહેરીને પહોંચી Karisma Kapoor? તમે સ્વપ્નેય નહીં વિચાર્યું હોય…
કરિશ્મા કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એવરગ્રીન, તરોતાજા અને મોસ્ટ બ્યુટીફૂલ ફેસ…હાલમાં એક્ટ્રેસ થાઈલેન્ડમાં ફેમિલી સાથે વેકેશન માણી રહી છે અને હાલમાં જ એક્ટ્રેસે પોતાના બીચ પરના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા અને આ ફોટો સોશિયલ મીડિયા આગની જેમ વાઈરલ થઈ ગયા હતા. લોલોની ફેશન સેન્સ એકદમ કમાલની છે અને બસ તેણે આ જ કમાલ ફરી એક વખત દેખાડીને ફેન્સના મન મોહી લીધા હતા.
કરિશ્મા કપૂરે વેકેશન ડાયરીના ઘણા બધા ફોટો શેર કર્યા છે અને દરેક આઉટફિટ્સ સાથે તે કમાલની સુંદર લાગી રહી છે. વ્હાઈટ કલરના ચિકનની કુર્તી સાથે ઓક્સાઈડ સિલ્વર ઝૂમકામાં કરિશ્માની સાદગી ખરેખર મન મોહી લે એવી છે. આ સિવાય કરિશ્મા કપૂરે ફરી એક વખત બીચ પર બ્લેક કલરનો ચિકનતારી કુર્તો સ્ટાઈવલ કર્યો હતો અને બ્લેક સનગ્લાસીસ, હેટ અને પિંક લિપસ્ટિક સાતે તેણે પોતાનો આ લૂક કમ્પલિટ કર્યો હતો અને લોલોના આ લૂક જ આખી સ્ટોરીનો ટ્વીસ્ટિંગ પોઈન્ટ સાબિત થયો હતો.
લોલોએ આ બ્લેક કલરનો કુર્તો પોતાના સ્વીમ સૂટના કવરઅપ તરીકે સ્ટાઈલ કર્યો હતો અને ફુશિયા પોપ કલરના લિપ્સ પરથી ફેન્સ નજર જ હટાવી નહોતા શક્યા. આ ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લોલોએ લખ્યું છે કે હું 2024ની તરફ જોઈ રહી છું. સકારાત્મકતા, શાંતિ, દ્રઢતા અને કેટલાક થાઈ ઝાડ સાથે…
કરિશ્માએ ફરી એક વખત એ વસ્તુ સાબિત કરી આપી છે કે સ્ટાઈલની બાબતમાં તો દરેક જણે તેની પાસેથી જ ઈન્સ્પિરેશન લેવી જોઈએ, કારણ કે લોલો જૈસા કોઈ નહીં… બીચ પર ચિકનકારી કુર્તો સ્ટાઈલ કરવાનો આઈડિયા આ પહેલાં કોઈને જ નહીં આવ્યો હોય પણ કરિશ્માએ આ આઈડિયાને ઈમ્પ્લિમેન્ટ કરીને લોકોને એક નવી ચોઈસ આપી છે.