મનોરંજન

‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીતમાં કરીનાના ઠુમકાએ દિલ જીતી લીધું, જોઈ લો બેબોનો અંદાજ

મુંબઈ: ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીતથી તો દરેક બોલીવૂડ પ્રેમી વાકેફ જ હશે અને બોલીવૂડની ફિલ્મોમાં રસ ન હોય તેમણે પણ આ ક્લાસિક ગીત તો સાંભળ્યું જ હશે. જોકે, હવે આ ગીતમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. કરીના કપૂર ખાન અને ક્રિતી સેનની આગામી ફિલ્મ ‘ક્રૂ’ના મેકર્સે હોળી પહેલા જ એક ગીત બહાર પાડ્યું છે. જે ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીત ઉપર આધારિત છે.

ગીત રિલીઝ થતાની સાથે જ તેને વધાવી લેવામાં આવ્યું હતું અને લાઇક્સ અને કમેન્ટ્સની ભરમાર થઇ હતી. આ ગીતમાં પિંક ડ્રેસમાં કરીના કપૂર ખાનના આગવી અદામાં ડાન્સે અને દલજીત દોસંજના અવાજે એક નવો જ ટ્વિસ્ટ ઉમેર્યો છે અને દર્શકોને પણ આ ટ્વિસ્ટ પસંદ પડી રહ્યો હોવાનું જણાય છે. કરીના કપૂર ઉપરાંત આ ગીતમાં તબુ અને ક્રિતી સેનન પણ જોવા મળે છે અને આ બંને પણ ગીતમાં ચાર ચાંદ ઉમેરે છે.

કરીના કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપરથી આ ગીતના રિલીઝની જાહેરાત કરી હતી. આ ગીતમાં દલજીત દોસંજ ઉપરાંત ઇલા અરુણ અને અલ્કા યાજ્ઞિકે પણ અવાજ આપ્યો છે. જ્યારે આ ગીતની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી છે.
ઉલ્લેખનીય છે કે ઓરિજનલ ‘ચોલી કે પીછે’ ગીત સંજય દત્ત અને માધુરી દિક્ષિતની ફિલ્મ ‘ખલનાયક’નું છે અને આ ગીતે 90ના દાયકામાં ખૂબ ચાલ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…