મનોરંજન

Kareena, Tabu, Kritiએ કેમ પહેર્યા ફલાઈટ એટેન્ડન્ટના કપડાં? પોસ્ટ કર્યા ફોટો, શું છે આખો માંઝરો?

Kareena Kapoor, Tabu And Kriti Sanon હાલમાં રાજેશ કૃષ્ણનની ફિલ્મ The Crewને લઈને લાઈમલાઈટમાં છે. થોડાક દિવસ પહેલાં જ આ ફિલ્મનો ફર્સ્ટ લૂક વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને એ સમયે જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત પણ કરવામાં આવી હતી.

હવે આજે આ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે જેમાં કરિના, કૃતિ અને તબ્બુનો લૂક રીવિલ કરવામાં આવ્યો છે અને ત્રણે જણ આ લૂકમાં કમાલ લાગી રહી છે. આ ફિલ્મ 29મી માર્ચના રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મની એક્ટ્રેસ કૃતિ સેનને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફિલ્મ The Crewનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. આ પોસ્ટમાં તબ્બુ, કરિના અને ક્રિતી એરહોસ્ટેસના લૂકમાં જોવા મળી રહી છે.

ત્રણેય જણે લાલ કલરનો ફલાઈટ એટેન્ડેન્ટનો યુનિફોર્મ પહેર્યો છે. કૃતિએ પોસ્ટર શેર કરીને લખ્યું છે કે ચેક ઈન માટે તૈયાર થઈ જાવ, હવે The Crew સાથે ટેક ઓફ કરવાનો સમય છે.

The Crew ફિલ્મમાં કરિના કપૂર, તબ્બુ અને કૃતિ સેનનને એક સાથે સ્ક્રીન કરતાં જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે. આ ફિલ્મમાં આ ત્રણેય સિવાય કપિલ શર્મા અને દિલજિત દોસાંઝ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. કપિલ આ ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળશે.


The Crewની સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મ ત્રણ મહિલાઓ પર આધારિત છે, જેમાં એરલાઈન ઈન્ડસ્ટ્રીના સંઘર્ષ અને કઠણાઈઓને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કરિના, તબ્બુ અને કરિના સ્ટારર ફિલ્મ 29મી માર્ચના થિયેટરમાં રિલીઝ થઈ થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button