ઉફ્ફ…Kareena Kapoorને બ્લ્યુ આઉટફીટમાં જોઈ ઈન્ટરનેટ યુઝર્સને જલસો પડી ગયો
ઝીરો ફીગરથી જાણીતી કરિના કપૂર આજે પણ લાખો દિલોની ધડકન છે. બે સંતાનોની માતા કરિના પોતાના ફીગર, ફીટનેસને લઈને ખૂબ જ સજાગ છે અને લાખો છોકરીઓની ફીટનેસ આઈકન છે. દરેક મમ્મી કરિનાની જેમ પોતાનો ફીગર મેઈનટેઈન કરવા માગતી હોય છે. ફિલ્મો અને વેબ સિરિઝ સાથે કરિના સોશિયલ મીડિયાાન માધ્યમથી પણ ફેન્સ સાથે અટેચ્ડ રહે છે ત્યારે આજે તો તેણે ઈન્ટરન્ટ પર આગ લગાવી દીધી હતી. કરિના કતારના દોહા ખાતે એક એક્ઝિબિશનમાં બાગ લેવા ગઈ હતી. અહીં તે બ્લ્યુ કલરના ફીટ ડ્રેસમાં આવી અને તેના પર મેચિંગ બ્લેઝરમાં તે સ્ટનિંગ દેખાઈ રહી હતી. લાઈટ મેક અપ અને ખુલ્લાવાળા સાથે તેણે જાણે કેઝ્યુઅલ લૂક આપ્યો હતો. આ સાથે ગળામાં ડાયમન્ડ નેકલેસને લીધે તે ડાયમન્ડ કરતા વધારે ચળકાટ મારતી હતી. ફેન્સ તેની સુંદરતાના ફરી ઘાયલ થી ગયા છે અને કૉમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
કરિના થોડા સમય પહેલા જાનેજાં નામની ઓટીટી ફિલ્મમા દેખાઈ હતી. આ સિરિઝમાં તેનો ગ્લેમરલેસ લૂક હતો, છતાં ફેન્સને પસંદ આવ્યો હતો. પતિ સૈફ અને સંતાનો સાથે તે વારંવાર પાર્ટીમાં દેખાતી હોય છે.