Saif Ali Khanએ હું તને રોજ રાતે… Kareena Kapoorએ ખુદ કર્યો ખુલાસો…

બોલીવૂડના નવાબસાહબ અને એક્ટર સૈફ અલી ખાન (Bollywood Actor Saif Ali Khan) અને એક્ટ્રેસ કરીના કપૂર (Bollywood Actress Kareena Kapoor-Khan)એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ક્યુ અને લવેબલ કપલમાંથી એક છે. કરીના કપૂર ખાનનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈલ થઈ રહ્યો છે જેમાં તેણે સૈફ અલી ખાન અને તેની મેરિડ લાઈફને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે આ ખુલાસો-
કરિના કપૂર ખાને એક જૂના ઈન્ટરવ્યુમાં સૈફ અને તેની લવ સ્ટોરીને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. કરિનાએ જણાવ્યું હતું કે સૈફ મારાથી 10 વર્ષ મોટો છે એને બે દીકરા પણ છે, પરંતુ મારા માટે તો એ માત્ર સૈફ જ હતો. તેણે જ મને પ્રેમ કરવાનું શિખડાવ્યું હતું. હું અને સૈફ એકદમ અલગ છીએ. સૈફ એકદમ પ્રાઈવેટ પર્સન છે.
આગળ પોતાના ઈન્ટરવ્યુમાં કરિનાએ જણાવ્યું હતું કે મેં સૈફ પાસેથી જ શિખ્યું છે કે જીવનમાં કઈ રીતે સંતુલન જાળવીને આગળ વધવું જોઈએ. કઈ રીતે નેગેટિવ વિચારો કે વસ્તુઓને પોતાની જાત પર હાવી થતાં અટકાવવા જોઈએ. અમે લોકો જ્યારે એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે એણે મને કહ્યું હતું કે હું 25 વર્ષનો નથી અને હું તમને દરરોજ રાતે ઘરે મૂકવા નહીં આવી શકું. એટલું જ નહીં તેણે મારી મમ્મીને કહ્યું હતું કે હું બાકીનું જીવન તમારી દીકરી સાથે વિતાવા માંગું છું. અમે લોકો સાથે રહેવા માંગીએ છીએ. કરિનાએ આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સૈફ માટે બધું ખૂબ જ સરળ છે અને જ્યારે અમે લગ્નનો નિર્ણય લીધો એ સમયે પણ એને આ ઠીક લાગ્યું હતું.
આ પણ વાંચો : Anant Ambani-Radhika Merchantના લગ્નની વિધિઓ ચાલી રહી હતી અને મહેમાનો કરતાં જોવા મળ્યા આ કામ…
અત્રે ઉલ્લેખનીય છે કે કરિના અને સૈફે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2012માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સૈફ અલી ખાન અને કરિનાને આ લગ્નથી બે સંતાન છે તૈમુર અને જેહ. આ પહેલાં સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને એ લગ્નથી તેને એક દીકરી સારા અને ઈબ્રાહિમ છે.