Baby Bump સાથે યોગા કરતી હતી આ અભિનેત્રીઓએ સમજાવ્યું પ્રેગનન્સી સમયે યોગનું મહત્વ

આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બોલિવૂડમાં પણ હિરોઈનો ખૂબ યોગ કરે છે. દીપિકા પાદુકોણથી લઈને મલાઈકા અરોરા અને આલિયા ભટ્ટથી લઈને શિલ્પા શેટ્ટી સુધીની અભિનેત્રીઓ પણ અલગ-અલગ મુશ્કેલ યોગના આસનો કરે છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ પોતાની પ્રેગ્નેન્સીના તબક્કામાં પણ યોગ કર્યા છે.
કરીના કપૂરઃ

કરીના કપૂરે પણ તેની બીજી પ્રેગ્નન્સી દરમિયાન ઘણા યોગ કર્યા હતા. જેહના જન્મ પહેલાં, તે ઘણીવાર સોશિયલ મીડિયા પર યોગ કરતી પોતાની તસવીરો પોસ્ટ કરી હતી. યોગાએ અભિનેત્રીને તેની ફિટનેસ સફરમાં ઘણી મદદ કરી. કરીનાને જોઈને ઘણા લોકો પ્રેરિત થયા.
લારા દત્તા:

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાએ માત્ર પોતાના માટે જ પ્રેગ્નન્સી યોગા કર્યા ન હતા, પરંતુ તેણે ડીવીડીમાં ગર્ભવતી માતાઓ માટે યોગ્ય માર્ગદર્શિકા બનાવીને યોગસાધનાને પ્રોત્સાહન પણ આપ્યું હતું. તે પહેલીવાર પ્રેગનન્ટ થઈ ત્યારે તેણે આ ડીવીડી બનાવી હતી.
સોહા અલી ખાન:

સોહા અલી ખાન પણ દીકરીના જન્મ પહેલા પ્રેગ્નન્સી દરમિયાન ઘણા યોગા કરતી હતી. સોહા પણ યોગની શોખીન છે. આવી સ્થિતિમાં, તેણે ગર્ભાવસ્થા દરમિયાન પણ તેની ફિટનેસ યાત્રા ચાલુ રાખી. સોહાને ભાભી કરિનાએ પણ પ્રેરણા આપી હોય તેમ બની શકે.
Also Read: International Yoga Day 2024 મલાઇકા, શિલ્પા અને આલિયા…. બોલિવૂડની આ અભિનેત્રીઓ પણ છે યોગની દિવાની
નેહા ધૂપિયા:

સોહા અલી ખાનની નજીકની મિત્ર નેહા થુપિયા પણ ફિટનેસ માટે પ્રેગ્નન્સી દરમિયાન યોગ કરતી હતી. તેની તસવીરો પણ ઈન્ટરનેટ પર ખૂબ જ વાઈરલ થઈ હતી. અભિનેત્રીને જોઈને લોકો ઘણા મોટિવેટ થયા.
અનુષ્કા શર્મા:

અનુષ્કા શર્મા તેની ગર્ભાવસ્થા દરમિયાન પ્રિનેટલ યોગની પહેલ કરનાર બની હતી. આ ત્યારે થયું જ્યારે શીર્ષાસન કરતી વખતે તેની તસવીર વાયરલ થઈ. અભિનેત્રીએ પ્રિનેટલ યોગ વિશે ખૂબ જ સકારાત્મક સંદેશા મોકલ્યા અને અન્ય લોકોને પણ તે કરવા માટે પ્રોત્સાહિત કર્યા. તસવીરમાં તે પતિ વિરાટ કોહલીનો સહારો લઈને શીર્ષાસન કરતી જોવા મળી હતી. તેણીએ તેની પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન આવું કર્યું હતું.
Also Read: શ્રદ્ધા કપૂરે ફેન્સને શા માટે કહ્યું કે તમારે દંડ ભરવો પડશે
બિપાસા બાસુ:

બિપાશા બાસુ વર્ષોથી યોગ માટે જાણીતી છે. આ અભિનેત્રી બોલીવુડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક રહી છે. બિપાશાની ફિટનેસ સીડી પણ ઘણી લોકપ્રિય હતી. બિપાશા પોતાની દીકરી દેવીના જન્મ પહેલા ફિટ રહેવા માટે ઘણા યોગા કરતી હતી.