મનોરંજન

દીકરા તૈમુરને જોઈને Kareena Kapoorએ આપ્યું આવું રિએક્શન, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર-ખાન (Kareena Kapoor Khan) પોતાના પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan) સાથે ગુરુવારે મુંબઈના પોતાના મોટા દીકરા તૈમુર અલી ખાનના સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસ પોતાના દીકરાનું પર્ફોર્મન્સ જોઈને એકદમ ઉત્સાહિત જોવા મળી હતચી. આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ જોવા મળી રહ્યો છે. આવો જોઈએ આખરે દીકરા તૈમુરનો ઉત્સાહ વધારવા કરિનાએ એવું તે શુ કર્યું કે તેમને એમાં કભી ખુશી કભી ગમની અંજલી (કાજોલ)ની ઝલક દેખાઈ…

આ પણ વાંચો : બાળકોના એન્યુઅલ ફંક્શનમાં જોવા મળ્યા બોલિવૂડ સેલિબ્રિટીઝ

લાલ અને બ્લેક રંગના મેક્સી ડજ્રેસમાં કરિના કપૂર ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલના એન્યુઅલ ફંક્શનમાં સૈફ અને કરણ જોહર સાથે જોવા મળી હતી. જ્યારે બ્રાઉન કલરના આઉટફિટમાં તૈમુર સ્ટેજ પર આવ્યો તો કરિના પોતાની ખુશી છુપાવી શકી નહીં. જ્યારે તૈમુર શરમાતો શરમાતો મંચ પર આવ્યો ત્યારે તેના ચહેરા પર નર્વસનેસ જોવા મળી રહી હતી. પરંતુ તેમ છતાં તૈમુર એક પણ સ્ટેપ ભૂલ્યા વગર પોતાનું પર્ફોર્મન્સ આપ્યું.

બ્રાઉન કપડાં અને મેકઅપમાં તૈમુર ક્યુટ લાગી રહ્યો હતો અને તે ઓડિયન્સમાં બેઠેલા પોતાના મમ્મી પપ્પાને જોઈ રહ્યો હતો. પોતાના દીકરાને પર્ફોર્મ કરતો જોઈને સૈફ તાળીઓ પાડી રહ્યો હતો તો કરિના ક્લેપ કરવાની સાથે સાથે તેને ચિયર અપ કરવા માટે તેની સાથે ઝૂમતી પણ જોવા મળી હતી. આટલું ઓછું હોય તેમ કરિનાએ હાથ લહેરાવીને ટિમ ટિમ એવી બૂમ પણ પાડી હતી.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સને આ વીડિયો જોયા બાદ કભી ખુશી કભી ગમ ફિલ્મની અંજલીની યાદ આવી ગઈ હતી. કરિના કપૂર કાજોલવાળા રોલની જેમ જ પોતાના દીકરાને સ્ટેજ પર જોઈને એકદમ ખુશ થઈ ગઈ હતી. આવું જ તેણે એક દિવસ પહેલાં જેહના ફંક્શનમાં પણ કર્યું હતું. આ સમયે પણ જેહનું મનોબળ વધારવામાં કરિનાએ કોઈ કસર બાકી રાખી નહોતી. જેહને હાથીવાળા ડ્રેસમાં જોઈને કરિના એકદમ ખુશ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : Viral Video: Aradhya Bachchanનું પર્ફોર્મન્સ જોઈને દાદા Amitabh Bachchanએ આપ્યું આવું રિએક્શન…

અત્રે ઉલ્લેખનીય છે કે કરિના કપૂરની બરાબર પાછળ શાહિદ કપૂર પણ પોતાની પત્ની મીરા રાજપૂત સાથે બહેઠો હતો. કરિનાનો આ ઉત્સાહ જોઈને નેટિઝન્સે એવી કમેન્ટ પણ કરી હતી કે કરિના હવે એકદમ એક મમ્મી જેવું વર્તન કરી રહી છે. બીજા એક યુજરે લખ્યું હતું કે કરિના પોતાના ક્યુટ દીકરાઓની પ્રાઉડ મધર છે. વીડિયો જોયા બાદ જ્યારે કરિનાની પાછળ શાહિદને બેઠેલો જોયો તો નેટિઝન્સે મજા લેવાનું ચૂક્યા નહોતા અને તેમણે લખ્યું હતું કે પીછે તો દેખો પીછે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button