Kareena Kapoorએ વખાણ કર્યા ભાભી આલિયાના, પણ સહુનું ધ્યાન ગયું અભિનેત્રીના ગાઉન પર
બોલીવૂડ સ્ટાર કરિના કપૂર એક ઈવેન્ટમાં ગઈ હતી અને અહીં તેની સાથે થયેલા ઈન્ટરવ્યુમાં તેણે ભાભી આલિયાના વખાણ કર્યા. જોકે તેના આ વીડિયોમાં તેણે શું કહ્યું તેના કરતા સૌનું ધ્યાન તેણે શું પહેર્યું તેના પર ગયું.
એક ઈવેન્ટમાં રેપિડ રાઉન્ડ વખતે કરીનાને પૂછવામાં આવ્યું કે જો માણસ પરફ્યુમ હોત તો કઈ વ્યક્તિ કઈ ફ્રેગરન્સ જેવી હોત. જ્યારે તેને ભાઈ રણબીર કપૂરની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કરીનાએ કહ્યું કે તે સૌથી સુંદર ફૂલ ગુલાબ પરફ્યુમ બનશે કારણ કે તે ગુલાબ જેવી જ છે. ત્યારબાદ તેમે રણબીર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમે ખૂબ તીવ્ર એવા ઉદ (oudh) પરફ્યુમ કહ્યું. આ દુનિયાનું સૌથી મોંઘુ પરફ્યુમ માનવામાં આવે છે. કરણ જોહર માટે તેમે સફેદ ફૂલ લીલી, બહેન કરિશ્મા જે હંમેશાં તેની સાથે રહે છે તેને સનફ્લાવર કહ્યું હતું. જોકે પતિ સૈફ અલી ખાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે હું કંઈક ખૂબ જ તીવ્ર અને મૂડી શોધી રહી છું. સૈફ જેટલું રિફાઈન્ડ બીજું કોઈ નથી.
કરિના થોડા જ સમય પહેલા ક્રુ ફિલ્મમાં દેખાઈ હતી અને ફિલ્મએ સારી કમાણી કરી હતી. હવે તે સિંઘમ અગેઈનમાં જોવા મળશે. આ સાથે તે હંસલ મહેતાની બંકિમહામ મર્ડરમાં પણ જોવા મળશે.
જોકે કરિનાના આ વાયરલ વીડિયોમાં લોકોનું ધ્યાન કરિનાના ગાઉન પર ગયું છે. કરિનાએ સિલ્વર કલરનું શાઈનિંગ ગાઉન પહેર્યું છે, પરંતુ તે ઓફ શોલ્ડર છે અને રિવિલંગ લાગે છે. કરિનાએ ગાઉન સાથે સિલ્વર એસેસરી પહેરી હતી.
Also Read –