મનોરંજન

તને સારાની માતાની ભૂમિકા મળે તો…કરણે પૂછી નાખ્યું કરીનાને અને…

કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા ત્યારે જ તે સેફના બે સંતાનો સારા અને ઈબ્રાહીમની સ્ટેપમોમ બની ગઈ હતી. જોકે આ ત્રણેય વચ્ચે મિત્રતાના સંબંધો છે તેવું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે, પરંતુ તાજેતરમાં જ્યારે કરણ જોહરે કરીનાને રીલ લાઈફમાં સારાની માની ભૂમિકા વિશે પૂછ્યું ત્યારે તેણે શું જવાબ આપ્યો તે અમે તમને જણાવીશું.
કોફી વિથ કરણ 8 માં, કરીના કપૂર તેના પ્રોફેશનલ લાઇફ કરતાં તેના અંગત જીવન વિશે વધુ વાત કરતી જોવા મળી હતી. તૈમૂર અને જેહ સિવાય તેણે સારા અલી ખાન વિશે પણ વાત કરી.


કરીના કપૂર ખાન પોતાની બોલિવૂડ ફિલ્મોની સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. સૈફ અલી ખાન સાથેના લગ્નને 10 વર્ષ વીતી ગયા છે. તાજેતરમાં બેબો તેની ભાભી આલિયા ભટ્ટ સાથે કોફી વિથ કરણ સીઝન 8 ના એપિસોડ 4 માં આવી હતી. શોમાં બંનેએ દરેક સવાલના જવાબ ખૂબ જ ફની રીતે આપ્યા હતા. શો દરમિયાન રેપિડ ફાયર રાઉન્ડ પણ રમવામાં આવ્યો હતો, જેમાં કરણે બંને અભિનેત્રીઓને રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા.


કરણ જોહરે શોમાં કરીનાને પૂછ્યું કે, ‘જો તને ફિલ્મમાં સારાની માતાનો રોલ કરવા માટે કહેવામાં આવે તો શું તું કરશે?’ આના જવાબમાં કરીનાએ કહ્યું, ‘મને લાગે છે કે હું એક એક્ટર છું અને દરેક ઉંમરના પાત્રો ભજવી શકું છું. તેથી જો તે સારું પાત્ર છે તો ચોક્કસ કરીશ.


કરીનાના આ જવાબ બાદ ફેન્સને બન્ને મા-દીકરી સાથે દેખાઈ તેવી ઈચ્છા ચોક્કસ થઈ હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…