કરિના કપૂરને કયો અભિનય ભજવવાનું પસંદ પડ્યું હતું, બેબોએ શું કહ્યું?
મુંબઈ: બોલીવુડના કપૂર ખાનદાનની લાડલી દીકરી અને જાણીતી અભિનેત્રી કરિના કપૂર ખાન તેની ફિલ્મ ‘ક્રૂ’ને લઈને ચર્ચામાં આવી છે. કરિનાની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવાની સાથે લોકોને પણ ખૂબ જ ગમી હતી.
કરિના કપૂરે અનેક ફિલ્મોમાં પોતાના અભિનયનો પરિચય આપ્યો છે. જોકે કરિના કપૂરે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે પણ તેમાંથી કરિનાને એક ફિલ્મમાં તેણે પ્લે કરેલો કેરેક્ટર સૌથી વધુ ગમે છે. પોતના આ પાત્ર બાબતે કરીનાએ વાત કરી હતી.
‘બેબો’ નામથી પ્રખ્યાત અભિનેત્રી કરિના કપૂરને તેની ફિલ્મ ‘ઓમકારા’માં ડોલી મિશ્રાનું પાત્ર ભજવ્યું હતું. હાલમાં કરિનાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર ‘ઓમકારા’ ફિલ્મની એક ક્લિપ શેર કરી છે તેમ જ આ ફિલ્મમાં ડોલી મિશ્રાનું પાત્ર તેને કેટલું ગમે છે એ બાબતે પણ તેણે ખુલાસો કર્યો હતો. કરીનાએ આ વીડિયો શેર કરીને લખ્યું હતું કે ‘હે ભગવાન! મને ડોલીનું પાત્ર ભજવવું કેટલું ગમ્યું હતું.
2006માં કરિનાની ફિલ્મ ‘ઓમકારા’ રિલીઝ થઈ હતી. વિશાળ ભારદ્વાજ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ એક ક્રાઇમ દ્વારા ફિલ્મ હતી, જેમાં કરીના કપૂર, સૈફ અલી ખાન અને અજય દેવગન લીડ રોલમાં હતા. આ ફિલ્મ લોકોને ખૂબ જ ગમી હતી અને ફિલ્મ એક બોક્સ ઓફિસ સુપરહીટ પણ બની હતી તેમ જ આ ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા.