Viral Video: Kareena Kapoor-Khanના દીકરા જેહએ કરી એવી હરકત કે યુઝર્સે કહ્યું અત્યાર સુધી તો…

બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor-Khan)નો દીકરો જેહ પેપ્ઝનો લાડકો છે અને પેપ્ઝ સાથે મસ્તી કરતાં તેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. જેહ ક્યારેક પેપ્ઝને જોઈને ચાળા પાડતો તો ક્યારેક તે ચિત્રવિચિત્ર મોઢા બનાવતો જોવા મળે છે. હવે જેહનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ચોકલેટ ભેગી કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને નેટિઝન્સને મજા પડી ગઈ હતી અને તેના પર મજેદાર કમેન્ટ કરી રહ્યા છે.
વાઈરલ થઈ રહેલો આ વીડિયો મુંબઈના ઈવેન્ટનો છે અને એમાં અનેક સેલેબ્સે પોતાના બાળકો સાથે ભાગ લીધો હતો. જેહ ખૂબ જ તોફાની છે અને આ વાત ખુદ કરીના કહી ચૂકી છે. પેપ્ઝ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પણ જેહ કંઈકને કંઈક મસ્તી કરતો જ જોવા મળે છે. હવે આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ઝડપથી ચોકલેટ ભેગી કરવામાં વ્યસ્ત દેખાઈ રહ્યો છે. જેહની સાથે મોટો ભાઈ તૈમુર પણ શક્ય એટલી વધુ ચોકલેટ ભેગી કરવાનો પ્રયાસ કરે છે. સૈફ જેવો જેહનો હાથ ખેંચે છે તો જેહ પપ્પાનો હાથ છોડીને ફરી ચોકલેટ ભેગી કરવા લાગે છે.
આ વીડિયો પર નેટિઝન્સ ભરભરીને કમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બંને ભાઈઓને ખબર નથી કે થોડાક સમય બાદ આ લોકો ખુદ ચોકલેટ કંપની ખરીદી શકે છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે બધા બાળકો સરખા હોય છે પછી એ કોઈ સેલિબ્રિટીનું બાળક પણ કેમ ના હોય. ત્રીજા એક યુઝરે ખૂબ જ મજેદાર કમેન્ટ કરતાં લખ્યું છે કે બધા બાળકો એક જેવા જ હોય છે અમને લાગતું હતું કે ગરીબોના બાળકો જ આવા હોય છે.
આ પણ વાંચો :હાર ના માની હોત આ હસીનાએ તો કરીના કપૂર ના બની શકી હોત પટોડી…..
જેહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને લોકોને પણ જેહની આ હરકત ખૂબ જ પસંદ આવી રહ્યો છે.