મનોરંજન

સૈફ અલી ખાનની પત્ની અને દીકરી વચ્ચે clash થતા રહી ગયો…

હેડિંગ વાંચીને તમે કંઇક અજુગતુ વિચારવા માંડો તે પહેલા જ તમને જણાવી દઇએ કે અહીં અમે જે clashની વાત કરી રહ્યા છે તે બીજું કંઇ નહીં, પણ box office clashની વાત છે.

કરીના કપૂર ‘ધ બકિંગહામ મર્ડર્સ’ નામની મર્ડર મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ લઈને આવી રહી છે. ‘વીરે દી વેડિંગ’ અને ‘ક્રુ’ જેવી સફળ ફિલ્મો પછી, કરીના કપૂર ખાન અને એકતા કપૂરે ફિલ્મ નિર્માતા હંસલ મહેતાની આગામી ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ માટે હાથ મિલાવ્યા છે. અગાઉ કોમેડી ડ્રામાથી દિલ જીતી ચૂકેલી આ જોડી હવે મર્ડર મિસ્ટ્રી લઈને આવી રહી છે. આ ફિલ્મ દ્વારા કરીના કપૂર ખાનને પણ કો-પ્રોડ્યુસર તરીકે રજૂ કરવામાં આવશે. બાલાજી મોશન પિક્ચર્સે આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ ફિલ્મ 13 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. રીલીઝ ડેટની જાહેરાત કરતા મેકર્સે કરીનાનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં કરીના ખૂબ જ ડેશીંગ લુકમાં જોવા મળી રહી છે.

આ પહેલા સારા અલી ખાન તેની ફિલ્મ તે જ તારીખે રીલિઝ કરવા જઈ રહી હતી જે તારીખે મેકર્સે આ ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. સારા અલી ખાનની ‘મેટ્રો ઇન દિનો’ ફિલ્મ પણ 13 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ બાસુએ કર્યું છે. આ ફિલ્મમાં સારા સાથે આદિત્ય રોય કપૂરની જોડી છે. જોકે, હવે આ ફિલ્મના મેકર્સે ફિલ્મની રિલીઝ બીજી નવેમ્બરે રાખ્યું છે. એટલે કે જો આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ ન રાખવામાં આવી હોત તો સૈફ અલી ખાનની પત્ની અને પુત્રીની ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થઈ હોત.

આ પન વાચો : Salman Khan Firing Caseમાં થયો ચોંકવાનારો ખુલાસો, Sidhu Moosewala સાથે છે ખાસ કનેક્શન…

કરીનાની ‘ધ બકિંગહામ મર્ડર્સ’ની રિલીઝ ડેટની જાહેરાત ભલે હમણાં કરવામાં આવી હોય, પણ આ ફિલ્મ ઘણા સમયથી ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મનું 2023માં પ્રતિષ્ઠિત BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયું હતું. Jio MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. હવે આપણે જોઇએ કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કેવો દેખાવ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો