‘બેબો’એ પોતાની લવ લાઇફને લઈને કર્યો સૌથી મોટો ખુલાસો

મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કપૂર ખાનદાન હંમેશા ચર્ચામાં રહ્યું છે, જેમાં રાજ કપૂરથી લઇને અત્યારે પણ એમના પરિવારના દીકરા અને દીકરીએ પણ સિલસિલો ચાલુ રાખ્યો છે. તાજેતરમાં કપૂર ખાનદાનના દીકરાની દીકરીએ એટલે નવાબ ખાનદાનની વહુએ સૌથી સ્ફોટક દાવો કર્યો છે.
હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રી કરીના કપૂર એટલે બેબો હંમેશા સમાચારમાં રહે છે, ક્યારેક તેની સોશિયલ મીડિયા પરની પોસ્ટને લઈને તો ક્યારેક તેની આગામી ફિલ્મને લઈને. કરીનાના કામની જેટલી ચર્ચા થઈ તેટલી જ તેના અંગત જીવનની પણ ચર્ચા થઈ. તાજેતરમાં જ એક ફિલ્મી ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતાની લવ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી અને કરીનાએ ખુલાસો કર્યો હતો કે લગ્ન પહેલા તે સૈફ અલી ખાન સાથે 5 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં હતી.
2004માં અભિનેતા સૈફ અલી ખાને પૂર્વાશ્રમીની પત્ની અમૃતા સિંહ સાથે છૂટાછેડા લીધા હતા. કરીના ત્રણ વર્ષ પછી સૈફના જીવનમાં આવી. 2007માં ફિલ્મ ‘ટશન’માં કામ કરતી વખતે સૈફ અને કરીના પ્રેમમાં પડ્યા હતા અને થોડા વર્ષો પછી લગ્ન કરી લીધા હતા, પરંતુ તે પહેલા બંને પાંચ વર્ષ લિવ-ઈન રિલેશનશિપમાં હતા. આ બધી વાતો કરીનાએ એક ઈન્ટરવ્યુમાં કહી હતી. કરીના કપૂરે કહ્યું કે અમે લગ્ન એટલા માટે કર્યા કારણ કે અમને બાળક જોઈતું હતું. અમે પાંચ વર્ષ લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યાં હતાં પછી અમે આગળનું પગલું ભર્યું હતું.
બાળકોના ઉછેર વિશે વધુ વાત કરતાં કરીનાએ કહ્યું હતું કે અમે બંને એકબીજાની સાથે સરખો વ્યવહાર કરીએ છીએ. અમે બંને અને બાળકોને પણ જે રીતે જીવવા માગે તે રીતે અમે તેમને જીવવા દઈએ છીએ. વાત કરીએ પરિવારની તો સૈફ અલી ખાન અને કરીના કપૂરને બે બાળકો છે. કરીનાએ 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો. આ પછી કરીનાએ વર્ષ 2021માં તેના બીજા બાળકને જન્મ આપ્યો હતો અને તેનું નામ જેહ અલી ખાન છે.