મોનોકિની પહેરીને કરિના કપૂર-ખાને ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, યુઝર્સે કહ્યું…

બોલીવૂડની બ્યુટીફૂલ બેબો એટલે કે કરિના કપૂર-ખાન હાલમાં ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે અને વાત તો તેના ફેન્સ જાણે જ છે. પરંતુ હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સમુદ્ર કિનારે પડાવેલા ગ્લેમરસ ફોટો શેર કર્યા છે અને આ ફોટોમાં એક્ટ્રેસની અદાઓ જોઈને ફેન્સની આંખો પહોળી થઈ ગઈ હતી. આવો જોઈએ શું છે ખાસ ફોટોમાં અને એક્ટ્રેસના લૂકમાં…
કરિના કપૂર-ખાને પોતાની ઓફિશિયલ આઈડી પરથી શેર કરેલાં ફોટોમાં બ્લેક કલરની સ્ટ્રેપ્સવાળી બેજ કલરની મોનોકિની પહેરી છે અને આ સેક્સી આઉટફિટમાં કરિના સમુદ્ર કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે. ખુલ્લા વાળ અને આંખો પર બ્લેક ગોગલ્સમાં કરિના એકદમ બેનમૂન દેખાઈ રહી છે.
આ પણ વાંચો: આ કોણે કરિના કપૂર-ખાનને પાકિસ્તાન મોકલાવવાની વાત કહી?
કરિના કપૂર-ખાનના આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને આ ફોટોમાં કરિના ક્યારેક કેમેરાની સામે જોઈને પોઝ આપતી જોવા મળી રહી છે તો ક્યારેક કેન્ડિડ ફોટો ક્લિક કરાવતી દેખાઈ રહી છે. આ ફોટો શેર કરવાની સાથે કરિનાએ કેપ્શનમાં લખ્યું હતું કે સમુદ્ર કિનારા પર ખુલ્લેઆમ કેન્ડિડ ફોટો ખેંચાવવાનું મારી પાસે શીખો બેબી…
કરિના કપૂરના આ ફોટો અને કર્વી ફિગર જોઈને ફેન્સની હાર્ટબીટ ફાસ્ટ થઈ ગઈ હતી. આ ફોટો જોતા જ ફેન્સને કરિના કપૂરના ફેન્સને ટશનનું ગીત છલિયા છલિયાવાળો લૂક યાદ આવી ગયો હતો. એક યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે એલેક્સા પ્લીઝ છલિયા છલિયા પ્લે કરો. બીજા એક યુઝરે લખ્યું હતું કે છલિયા છલિયા રીએડિશન. આ સિવાય બીજા કેટલાક ફેન્સે ફાયરનું ઈમોજી શેર કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં કરિના કપૂર-ખાને વેકેશન પરથી પતિ સૈફ અલી ખાનનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં સૈફ અલી ખાનના હાથમાં પુસ્તક જોવા મળ્યું હતું અને કરિનાએ આ ફોટોની કેપ્શનમાં લખ્યું કે ખૂબ જ બિઝી છે… તમે પણ કરિનાના આ વાઈરલ થઈ રહેલાં ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…