Saif Ali Khan પર હુમલા બાદ કરીના કપૂરની પ્રથમ ભાવુક પોસ્ટ, કહી આ વાત
મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન પર(Saif Ali Khan)ગઈકાલે રાતે જીવલેણ હુમલો થયો હતો અને એક્ટર હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જોકે, હુમલા બાદ સમગ્ર દિવસ પટૌડી પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે સૈફની હાલત ખૂબ જ ગંભીર હતી. જ્યારે મોડી સાંજે સૈફ અલી ખાનની પત્ની અને એક્ટ્રેસ કરીના કપૂરે આ ઘટના અંગે ઇન્સ્ટાગ્રામ પર પ્રથમ પોસ્ટ કરી છે.
કોઇ પ્રકારની અફવા ના ફેલાવો
કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કરીનાએ કહ્યું છે કે અમે હજુ બધી વસ્તુ સમજવાના પ્રયાસ કરી રહ્યા છીએ. મને હજુ પણ આશ્ચર્ય થાય છે કે આ બધું કેવી રીતે ઘટ્યું. આ મુશ્કેલ સમયમાં હું મીડિયા અને પાપારાઝીને વિનંતી કરું છું કે તેઓ કોઇ પ્રકારની અફવા ના ફેલાવો ..
અમારી બાઉન્ડ્રીનું સન્માન કરો.
આ ઉપરાંત એક્ટ્રેસ કરીનાએ લખ્યું છે કે , મીડિયા એવું કોઇ કવરેજ ના કરે જ આ સમયે યોગ્ય ના હોય. અમે તમારી ચિંતા અને લાગણીને સમજીએ છીએ. તમે જે રીતે અપડેટ લઈ રહ્યા છો એ અમારી માટે મોટી બાબત છે. તમે અમારી સુરક્ષા માટે ચિંતા કરી રહ્યા છો. હું બધાને વિનંતી કરું છું અમારી બાઉન્ડ્રીનું સન્માન કરો.
Also read: તો શું સૈફ અલી ખાનના ઘરમાં જ છુપાયો હતો ચોર!
મહેરબાની કરીને અમને થોડો સમય આપો
કરીનાએ આગળ લખ્યું છે, કે મહેરબાની કરીને અમને થોડો સમય આપો જેથી અમારો પરિવાર આ આધાતમાંથી બહાર આવી શકે. આ બધી બાબતોને યોગ્ય રીતે સમજી શકે. આ અત્યંત નાજુક સમયમાં તમે અમને સમજી રહ્યા છો અને મદદ કરી રહ્યા છો તે બદલ હું તમારા બધાનો આભાર માનું છું.
હાલમાં સૈફ અલી ખાનની હાલત સ્થિર
ઉલ્લેખનીય છે કે, બાંદ્રા સ્થિત ઘરમાં રાતના અઢી વાગ્યાના સુમારે બાળકો સાથે રહેનારા સૈફ અલી ખાન પર હુમલો થયો હતો, જ્યારે ઘરના સ્ટાફે તેને જોઈ ત્યારે બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યારબાદ સૈફ અલી ખાન રુમમાં ધસી જઈને તેનો પ્રતિકાર કર્યો હતો. બંને વચ્ચેની હિંસક મારામારીમાં 54 વર્ષના અભિનેતાને ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં તેની હાલત સ્થિર છે એમ હોસ્પિટલના ડોક્ટરે પણ જણાવ્યું હતું.