સાવકી માની ઈમેજ બદલી નાખી છે કરિનાએ, જન્મદિવસે સારા પર વરસાવ્યું વ્હાલ
આપણી લોકવાર્તાથી માંડી ફિલ્મોમાં સાવકી માની છબિ નકારાત્મક અને સાવકા સંતાનોને નફરત કરતી, તેના વિરુદ્ધ પિતાને ભડકાવતી, તેને ભૂખ્યા રાખતી સ્ત્રી તરીકે જ દર્શાવવામાં આવી છે, પરંતુ દર વખતે આમ જ હોય તેમ નથી હોતું. સ્ત્રીમાં માતૃત્વ હોય છે અને તે માત્ર પોતાના નહીં પણ અન્યના સંતાનોને પણ વ્હાલ કરી શકતી હોય છે. આવું જ કંઈક ફિલ્મજગતની સફળ અભિનેત્રીઓનીમાંની એક કરીના કપૂરે (Kareena Kapoor) સાબિત કર્યું છે. કરિનાએ સારા અલી ખાનના જન્મદિવસે (happy birthday Sara Ali Khan) તેને શુભેચ્છા તો આપી છે, પરંતુ તેના કરતાં વધારે મહત્વની છે કરિનાની ગિફ્ટ. જોકે આ પહેલીવાર નથી કે કરિના સારા અને ઈબ્રાહીમ પર પ્રેમ વરસાવતી હોય , પણ આજે તેણે નેટિઝન્સના દિલ જીતી લીધા છે.
કરીનાએ સારાને જન્મદિવસની શુભેચ્છા આપી છે અને સાથે તેનું ફેવરીટ કોળાનું શાક (Pumpkin) મોકલ્યું છે. બજારમાંથી મોંઘીદાટ ગિફ્ટ લઈ સારાને ભેટ આપવાનું કરીના માટે સાવ સરળ છે, પરંતુ દીકરીને ભાવે છે તે શાક બનાવીને મોકલવામાં તેની ખરી લાગણી છલકાઈ છે, તેમ નેટીઝન્સ કહી રહ્યાછે.
આ પણ વાંચો : છ વર્ષના કરિયરમાં પાંચ સુપરહિટ ફિલ્મ આપનાર આ એક્ટ્રેસની નેટવર્થ છે કરોડોમાં…
સારા સૈફ અલી ખાન અને અમૃતાસિંહની દીકરી છે. અમૃતાને છૂટાછેડા દીધા બાદ કરીના અને સૈફએ લગ્ન કર્યા છે અને તેમને પણ તૈમુર અને જેહ નામના બે સંતાન છે, પણ કરીના સારા અને ઈબ્રાહીમ સાથે પણ સારું બોન્ડિંગ ધરાવે છે. સારા અને ઈબ્રાહીમ પણ કરિનાને પૂરતો રિસ્પેક્ટ આપે છે અને સાથે મળીને તહેવારો ઉજવે છે, વેકેશન્સ માણે છે.
ખેર સારાને જન્મદિવસની શુભેચ્છા…