‘મને હજુ બિગ બોસની ઈનામી રકમ નથી મળી…’ આ એક્ટરે કર્યો ઘટસ્ફોટ

મુંબઈ: કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના પોડકાસ્ટ ચેનલ ‘ભારતી ટીવી’ મહેમાન તરીકે આવેલા એક્ટર કરણ વીર મહેરા (Karan Veer Mehra) એ રિયાલિટી શો બિગ બોસ વિષે મોટો ખુલાસો કર્યો હતો. ગત મહીને બિગ બોસ 18ના (Big Boss) વિજેતા બનેલા કરણ વીર મહેરાએ કહ્યું કે તેને હજુ સુધી ઇનામની રકમ મળી નથી. કરણ વીરને ₹50 લાખની ઈનામી રકમ મળવાની છે.
કરણે વિવિયન ડીસેના અને રજત દલાલને હરાવીને બિગ બોસ 18ની ટ્રોફી જીતી હતી. અગાઉ કરણે શેર કર્યું હતું કે તે બિગ બોસ 18ની ઈનામી રકમથી તેના સ્ટાફના બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવશે.
આ પણ વાંચો : લગ્નના બે વર્ષમાં આ કપલ થયું અલગ
ઇનામની રકમ હજુ નથી આવી:

ચેનલ સાથેના તેના સફર વિષે વાત કરતા, કરણ વીરે કહ્યું: “ખતરોં કે ખિલાડી 18 કલર્સ સાથેનો મારો પહેલો શો હતો. હવે હું આ ચેનલ છોડવા નથી ઈચ્છતો. કલર્સ ખરેખર એક એવી ચેનલ છે જે તમને નામના અપાવે છે. બિગ બોસ 18 માટે ઇનામની રકમ ₹૫૦ લાખ છે, જોકે આ રકમ હજુ આવવાની બાકી છે. ખતરોં કે ખિલાડી 18 ના પૈસા આવી ગયા છે, અને મેં જે કાર જીતી છે, તે પણ થોડા દિવસોમાં આવી જશે.”
તેમણે યુટ્યુબ શોમાં કહ્યું કે, “આ બધું ભગવાનની ઈચ્છાથી થયું છે. મારી જીતમાં બધાએ કોઈને કોઈ રીતે ફાળો આપ્યો છે. મારો વિક ટોટલ બરાબર હતો. બિગ બોસ પછી મને ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. હું ચાહકો સાથે ઘણો સમય વિતાવી રહ્યો છું.”