મનોરંજન

કરણ જોહરના બાળકોએ ક્યુટ અંદાજમાં કહ્યું ‘હેપી રિપબ્લિક ડે..’

કરણ જોહરે 75મા ગણતંત્ર દિવસ નિમિત્તે પોતાના બાળકો રૂહી અને યશનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેઓ ખાસ અંદાજમાં દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

કરણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બંનેનો આ ક્યુટ વીડિયો મુક્યો છે, જેમાં સફેદ કૂર્તા પાયજામામાં તેઓ ‘હેપી રિપબ્લિક ડે’ કહીને વિશ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ કરણ જોહરે પોતાના બંને બાળકો યશ અને રૂહીના વીડિયો અવારનવાર પોસ્ટ કરતો હોય છે અને તેમની સાથે વિતાવેલી મજાની પળોની ઝલક પણ બતાવતો રહે છે. કરણ જોહરે ફેબ્રુઆરી 2017માં સરોગસી દ્વારા તેના પુત્ર યશ અને પુત્રી રૂહીનું સ્વાગત કર્યું હતું.

તેણે યશનું નામ તેના પિતા સ્વર્ગસ્થ યશ જોહરના નામ પરથી રાખ્યું છે, જ્યારે રૂહી તેની માતાના નામ હીરુનું ઓપોઝિટ છે.

કરણ લગભગ સાત વર્ષ પછી વર્ષ 2023 માં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ના ડિરેક્ટર તરીકે કમબેક કર્યું હતું. કરણની આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મને દર્શકો તરફથી સારા રિવ્યુ પણ મળ્યા હતા, તેમજ આ ફિલ્મ સારી કમાણી કરવામાં પણ સફળ રહી હતી
.
આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. ખાસ કરીને ધર્મેન્દ્ર અને શબાના આઝમીની કેમેસ્ટ્રી ખૂબ જ ચર્ચામાં રહી હતી. ફિલ્મમાં દરેકનું કામ શાનદાર હતું પરંતુ ધર્મેન્દ્રના કિસિંગ સીનની ઘણી ચર્ચા થઇ હતી. તાજેતરમાં જ કરણે હોસ્ટ તરીકેના તેના શો ‘કોફી વિથ કરણ’ની આઠમી સીઝન પૂરી કરી છે. તેને ડિઝની પ્લસ હોટ સ્ટાર પર જોઈ શકાય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત