આ વિચિત્ર બીમારીથી પીડાતો હતો Karan Johar, ખુદ કર્યો ચોંકાવનારો ખુલાસો…
કરણ જોહર (Film Maker Karan Johar)ની ગણતરી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાન ફિલ્મ નિર્માતાઓમાં કરવામાં આવે છે. નેશનલ ફિલ્મ એવોર્ડ વિનર નિર્દેશક-નિર્માતાને એક સ્ટાર મેકર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ આ મહાન નિર્માતા નિર્દેશકે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેને થયેલી ગંભીર બીમારી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું છે આ ખુલાસો અને કઈ બીમારીની વાત કરી રહ્યો છે કરણ જોહર-
વાત જાણે એમ છે કે કરણ જોહરે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ખૂલાસો કર્યો હતો કે હું બોડી ડિસ્મોર્ફિયાનો શિકાર બન્યો હતો. એટલું જ નહીં આ ઈન્ટરવ્યુમાં તેણે પોતાની નિષ્ફળતાઓ વિશે પણ વાત કરી હતી. પોતાના બાળપણ વિશે વાત કરતાં કરણે જણાવ્યું હતું કે બાળપણમાં હું ખુદ જેવો દેખાતો હતો એ જોઈને મારી જાતથી અસહજતાની લાગણી અનુભવતો હતો.
આ પણ વાંચો : Happy Birthday: પતલો અવાજ, ફેમિનિસ્ટ ચાલવાળો આ ગોળમટોળ છોકરો આજે બોલીવૂડ પર રાજ કરે છે
આ જ ઈન્ટરવ્યુમાં કરણને પૂછવામાં આવ્યું હતું કે શું તે આજે પણ એ વાતનો બોજ ઉઠાવી રહ્યા છે જેના જવાબમાં કરણે કહ્યું મને બોડી ડિસ્મોર્ફિયા છે અને મને પૂલમાં ઉતરવામાં આજે પણ ખચકાટ અનુભવાય છે.
વાત કરીએ તો બોડી ડિસ્મોર્ફિયા ડિસઓર્ડરની તો આ ડિસઓર્ડર હોય એવી વ્યક્તિ પોતાના શરીરના આકાર અને દેખાવને લઈને ખૂબ જ વધારે ચિંતિત હોય છે. તેઓ કલાકો સુધી પોતાની જાતને અરીસામાં જોયા કરે છે. સામાન્યપણે આ સમસ્યા યુવાવસ્થામાં જોવા મળે છે અને મહિલાઓમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે. બેથી ત્રણ ટકા લોકોને આ સમસ્યા સતાવે છે એવો મત પણ નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે.