મનોરંજન

હેં, 24 વર્ષ પહેલાં આવેલી આ ફિલ્મની સ્ટાર કાસ્ટ કરણ જોહરે 24 કલામાં સાઈન કરી હતી!

90ના દાયકામાં અનેક પારિવારિક અને મલ્ટિસ્ટારર ફિલ્મો આવી જેમાંથી અનેક ફિલ્મો તો આજે પણ દર્શકોના દિલો દિમાગ પર છવાયેલી છે અને એમાંથી જ એક ફિલ્મ એટલે કભી ખુશી કભી ગમ… આ ફિલ્મમાં પરિવારના મૂલ્યો, અમીરી-ગરીબીનું અંતર ભૂલીને પ્રેમને પ્રાધાન્ય આપતા ત્રણ પેઢીઓનો અનોખો સંગમ દેખાડવામાં આવ્યો છે.

હવે તમને થશે કે અચાનક આજે કેમ આ ફિલ્મની વાત કરી રહ્યા છીએ, તો તમારી જાણ માટે કે આ ફિલ્મે પોતાના 24 વર્ષ પૂરા કર્યા છે અને આ ફિલ્મની એક્ટ્રેસ કાજોલ અને ડિરેક્ટર કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખુશહાલી વ્યક્ત કરી છે.

આપણ વાચો: હમ તો ડૂબે સનમ તુમકો ભી લે ડૂબેઃ દિલજીત ડોસાંઝને લીધે આ મલ્ટિસ્ટારર ફિલ્મની રિલિઝ ઉપર લટકતી તલવાર

બોલીવૂડ એક્ટ્રેસ કાજોલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે તમામ અંજલિઓને મારો સંદેશ છે કે ખૂબ જ ખુલીને પોતાની વાત રજૂ કરો, રાહુલ ક્યાંકને ક્યાંક તો છે, ટ્રાફિકને કારણે કદાચ એને મોડું થઈ ગયું છે.

જ્યારે કરણ જોહરે આ ફિલ્મના કેટલાક સીન્સ શેર કર્યા છે અને લખ્યું છે કે આટલા વર્ષો બાદ તે તમામ પરિવારોને પ્રેમ, ખુશીઓ અને થોડા દુઃખની તાકાતનો પરિચય કરાવે છે.

આપણ વાચો: અક્ષય કુમારની મલ્ટિસ્ટારર હાઉસફુલ-5એ વિક એન્ડમાં બોક્સ ઓફિસ પર કર્યું આટલું કલેક્શન

અહીંયા તમારી જાણ માટે કે ફિલ્મ કભી ખુશી કભી ગમમાં શાહરૂખ ખાનને રાહુલનો રોલ કર્યો હતો અને કાજોલે અંજલિનો રોલ કર્યો હતો. સ્ક્રીન પર બંનેની આઈકોનિક જોડીએ દર્શકોના દિલ જિતી લીધા હતા. કરણ જોહરે પોતાની પોસ્ટમાં એવું પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એ સમયે કરણ જોહરે નિર્માતા-નિર્દેશન સૂરજ બડજાત્યાને ટક્કર આપતા હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સૌથી સુપરહિટ અને બ્લોકબસ્ટર પારિવારિક ફિલ્મ આપી હતી.

આ પહેલાં પારિવારિક અને રોમેન્સથી ભરપૂર ફિલ્મો બનાવવા માટે સૂરજ બડજાત્યાનું નામ લેવામાં આવતું હતું. અહીંયા તમારી જાણ માટે કે કરણ જોહરે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ એક જ દિવસમાં ફાઈનલ કરી હતી.

આપણ વાચો: મહેફિલ- એ-મલ્ટિસ્ટારર

ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરૂખ ખાન, કાજોલ, કરિના કપૂર અને રીતિક રોશન સહિતના મોટા માથા જોવા મળ્યા હતા. શાહરૂખે તો આ ફિલ્મની સ્ક્રીપ્ટ જોયા વિના જ ફિલ્મ માટે હા કહી દીધી હતી અને ત્યાર બાદ કાજોલે આ ફિલ્મ માટે હા કહી હતી.

હવે કરણ જોહર બિગ બી અને જયા બચ્ચનના ઘરે પહોંચીને બંનેને સ્ટોરી સંભળાવી અને તેમણે ફિલ્મ માટે હા કહી દીધી. છેલ્લે કરણ જોહર રીતિક રોશન અને કરિના કપૂરના ઘરે જઈને ફિલ્મની સ્ટોરી સંભળાવી હતી. આમ એક આઈકોનિક ફિલ્મની સ્ટાર કાસ્ટ કરણ જોહરે એક જ દિવસમાં સાઈન કરી લીધી હતી.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button