મનોરંજન

Box Office: શાહરૂખ-સલમાનની જોડી ‘પુષ્પા’ પર ભારે પડી, બંને ફિલ્મોએ આટલી કમાણી કરી

મુંબઈ: છેલ્લા સમયથી જૂની ફિલ્મોને સિનેમાગૃહોમાં રી-રિલીઝ કરવાનો ટ્રેન્ડ શરુ થયો છે, તાજેતરમાં જ ગદર, લૈલા-મજનુ, રોકસ્ટાર, જબ વી મેટ, કલ હો ના હો અને તુમ્બાડ જેવી ફિલ્મો સિનેમાગૃહોમાં રી-રીલિઝ થઈ હતી, જેને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. આ ઉપરાંત ઘણી ફિલ્મની સિકવલ રિલીઝ થાય એ પહેલા પ્રોડ્યુસર્સ પહેલી ફિલ્મ રી-રિલીઝ કરી રહ્યા છે, અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પા – ધ રાઇઝ’ તાજેતરમાં રી-રિલીઝ (Pushpa film Re-Release) કરવામાં આવી છે. શાહરૂખ ખાન અને સલમાન સ્ટારર ફિલ્મ ‘કરણ અર્જુન’ (Karan Arjun film) પણ રી-રિલીઝ થઇ છે.

ફિલ્મોની કમાણીના આંકડા જાહેર કરતા એક પ્લેટફોર્મના અહેવાલ મુજબ 22 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થયેલી પુષ્પા – ધ રાઇઝ અને કરણ અર્જુન બંને ફિલ્મો સારી ગતિએ કમાણી કરી રહી છે. જો કે આ બંને ફિલ્મોને ધર્યા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી.

Also Read – WATCH: ‘હું સંમત છું, પણ…’ ,’Animal’ જેવી ફિલ્મો પર રણબીરની પ્રતિક્રિયા

કરણ અર્જુનનું બોક્સ ઓફીસ કલેક્શન:
શાહરૂખ ખાન અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ કરણ અર્જુન દેશભરમાં 2000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. નિર્માતાઓએ આટલી મોટી સંખ્યામાં સ્ક્રીન બુક કરી હોવા છતાં, બોક્સ ઓફીસ પર પ્રતિસાદ મળ્યો નથી. ફિલ્મનું ઓપનિંગ ગ્રોસ કલેક્શન 1 કરોડ રૂપિયા સુધી જ પહોંચી શક્યું. ફિલ્મે રિલીઝના દિવસે 30 લાખ રૂપિયાની કમાણી કરી હતી અને બીજા દિવસે પણ કમાણી આટલી જ રહી હતી, રવિવારે ફિલ્મની કમાણી લગભગ 40 લાખ રૂપિયા હતી. જો કે આ ફિલ્મે ‘પુષ્પા – ધ રાઇઝ’ની રી-રિલીઝની સરખામણીએ વધુ કામણી કરી છે.

પુષ્પા-ધ રાઇઝનો બોક્સ ઓફીસ કલેક્શન:
અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા – ધ રાઇઝ ઓપનિંગ વીકેન્ડમાં માત્ર 70 લાખ રૂપિયા કમાઈ શકી. પહેલા દિવસે ફિલ્મે માત્ર 20 લાખ રૂપિયાની કમાણી કરી અને બીજા દિવસે આ આંકડો વધીને 25 લાખ રૂપિયા થઈ ગયો. ત્રીજા દિવસે પણ કમાણી આની આસપાસ જ રહી.

આ કારણે પુષ્પા-ધ રાઇઝ કમાણી ન કરી શકી:
મતલબ કે પ્રથમ વિકેન્ડ પર કરણ-અર્જુન પુષ્પા – ધ રાઇઝ કરતા આગળ નીકળી ગઈ છે. નિષ્ણાતોના મતે, ‘પુષ્પા – ધ રાઇઝ’ની રી-રિલીઝનું પ્રમોશન સરખું થયું ન હતું, જેને કારણે ફિલ્મ વધુ કમાણી કરી શકી ન હતી. જો કે પ્રોડ્યુસર્સનું ધ્યાન ‘પુષ્પા – ધ રૂલ’ ફિલ્મ પર છે, જે 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે, જે બોક્સ ઓફીસ પર મોટા રેકોર્ડ બનાવે તેવી શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button