નેશનલમનોરંજન

આખો કપૂર ખાનદાન કેમ PM Narendra Modi ને મળવા પહોંચ્યો?

બોલીવુડમાં કપૂર ખાનદાનનું યોગદાન અમુલ્ય છે અને આ બધા વચ્ચે આજે એટલે કે 10 ની ડિસેમ્બરના આખો કપૂર ખાનદાન નવી દિલ્હી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા મળી ઉપડી ગયો છે. હવે તમને થશે કે આખરે અચાનક એવું તે શું થયું કે આખો કપૂર પરિવાર પીએમ મોદીને મળવા માટે પહોંચી ગયો છે? ચાલો તમને જણાવીએ…

વાત જાણે એમ છે કે 14મી ડિસેમ્બરના રાજ કપૂરની 100મી જન્મજયંતી છે અને એની ઉજવણીના કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે આખો કપૂર ખાનદાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે નવી દિલ્હી પહોંચ્યો હતો. રણબીર કપૂર, કરીના કપૂર, કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ, સૈફ અલી ખાન અને નીતુ કપૂર એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

14મી ડિસેમ્બરના દિવસે હિન્દી ફિલ્મ દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ છે અને એટલે જ કપૂર પરિવાર આ અવસરને યાદગાર બનાવવાની પ્લાનિંગ કરી રહ્યો છે. આ જ સેલિબ્રેશનમાં હાજરી આપવા માટેનું આમંત્રણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવા પહોંચ્યો હતો.

આ પણ વાંચો : Happy Birthday: જેની પહેલી ફિલ્મે પ્રેમીઓને ઘેલા કર્યા તેને પ્રેમ ન મળ્યો ને…

કપૂર ખાનદાનના કેટલાક સભ્ય મંગળવારના મુંબઈના કાલિના પ્રાઈવેટ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. પરિવારના તમામ સભ્યો પ્રાઈવેટ જેટ દ્વારા દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. આ સમયે કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે પહોંચી હતી.

કરિશ્મા કપૂર કાકી નીતુ કપૂર, ભાભી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે જોવા મળ્યા હતા. આ તમામ પીએમ મોદીને આમંત્રણ આપવા ગયા હતા. રાજ કપૂરની 100મી બર્થ એનીવર્સરીનું સેલિબ્રેશન 13મી ડિસેમ્બરથી 15મી ડિસેમ્બર દરમિયાન કરવામાં આવશે. રાજ કપૂરની ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં પણ રિલીઝ થતી રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરની એવી ઈચ્છા છે કે આજના નવી પેઢી તેના દાદાનું કામ જુએ. દાખલા તરીકે જ્યારે હું કે જ્યારે પહેલી વખત આલિયા ભટ્ટને મળ્યો ત્યારે મેં તેને પૂછ્યું હતું કે કિશોર કુમાર કોણ હતા? મારું એવું માને છે કે લોકો જૂનું ભૂલી જાય છે અને નવું આવે છે, પણ આપણે બધાએ આપણા મૂળને ઓળખવાનું ખૂબ જ જરૂરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button