Kapoor Family ના કુળદિપક ની રોકા સેરેમની, બેબો અને લોલો પર ભારી પડી બચ્ચન પરિવારની લાડલી…
બોલીવૂડના મોસ્ટ પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એવા કપૂર પરિવારના લાડલા આદર જૈન (Aadar Jain) ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે. આદરની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ આલેખા આડવાણી સાથે રોકા સેરેમની યોજાઈ હતી જેમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. પરંતુ આ બધામાં કપૂર સિસ્ટર્સ એટલે કે કરિના કપૂર (Kareena Kapoor) અને કરિશ્મા કપૂર (Karishma Kapoor) લાઈમ લૂંટી લીધી હતી.
આ પણ વાંચો : Box Office: શાહરૂખ-સલમાનની જોડી ‘પુષ્પા’ પર ભારે પડી, બંને ફિલ્મોએ આટલી કમાણી કરી
હવે સોશિયલ મીડિયા પર સેરેમનીના અમુક ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં બચ્ચન પરિવારની લાડલી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)નો લૂક જોઈને નેટિઝન્સ એવું કહી રહ્યા છે કે નવ્યાનો આ લૂક કપૂર સિસ્ટર્સ પર પણ ભારે પડી રહ્યો છે. આવો જોઈએ આખરે એવું તે શું પહેર્યું હતું નવ્યાએ-
આદર જૈન અને આલેખા અડવાણીની રોકા સેરેમનીમાં આખા કપૂર ખાનદાને ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને બધાએ ખૂબ જ એન્જોય કર્યું હતદુ. આદર જૈનની રોકા સેરેમનીમાં કપૂર સિસ્ટર્સ કરિના અને કરિનાનો લૂક સુપરહિટ હતો.
કરિના અને કરિશ્માએ પોતાની થનારી ભાભી સાથે સારા સારા પોઝ આપ્યા હતા. બંનેની મિલિયન ડોલર સ્માઈલ પરથી જ અંદાજો લવાઈ શકાય એમ છે કે બંને જણ ભાઈના લગ્નને લઈને કેટલી ખુશ છે.
આ પણ વાંચો : Raveena Tandon ની દીકરી Rasha Thadani એ પોસ્ટ કર્યા એવા ફોટો કે ઉડ્યા ફેન્સના હોંશ…
જોકે, આ ફંક્શનમાં કપૂર ફેમિલીની સાથે સાથે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા પણ પહોંચી હતી. નવ્યા હંમેશાની જેમ જ એકદમ સુંદર લાગી રહી હતી. નવ્યા ઓફ વ્હાઈટ કલરના આઉટફિટમાં એકદમ બ્યુટીફૂલ લાગી રહી હતી. તેણે સિમ્પલ મિનિમલ મેકઅપ અને જ્વેલરી પહેરીને પણ કપૂર સિસ્ટર્સને જોરદાર ટક્કર આપી હતી. તમે પણ જો નવ્યાના આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…