કપિલ શર્માના કેફે પર થયેલાં હુમલાનું Salman Khan સાથે છે કનેક્શન? જાણો આખી ઈનસાઈડ સ્ટોરી…

જાણીતા સ્ટેન્ડઅપ કપિલ શર્માના કેનેડા ખાતે આવેલા કેફે પર એક જ મહિનામાં બીજી વખત ફાઈરિંગ કરવામાં આવ્યું હતું. હવે આ જ અનુસંધાનમાં મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ આ ફાઈરિંગ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરાવવામાં આવી છે અને વાત કરીએ સલમાન ખાન અને કપિલ શર્માના કનેક્શનની તો બંને ખૂબ જ સારા મિત્રો છે. એટલે એવું કહી શકાય કે ભાઈજાન સાથેના ગાઢ સંબંધો જ કપિલ શર્મા માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે.
હાલમાં લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના ગેન્ગસ્ટર હેરી બોક્સરનો એક ઓડિયો સામે આવ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કપિલ શર્માએ સલમાનને ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની સિઝન 2ના પહેલાં એપિસોડમાં બોલાવ્યો હતો. કપિલનું આ રીતે સલમાનને પોતાના શો પર ગેસ્ટ તરીકે બોલાવવું બિશ્નોઈ ગેંગને ખાસ પસંદ આવ્યું નથી અને એટલે તેમણે બદલો લેવા માટે કપિલના કેફે પર ફાઈરિંગ કરાવી. ઓડિયોમાં એવી ધમકી પણ આપવામાં આવી છે કે જે સલમાન સાથે કામ કરશે એ મરશે.
ઓડિયોમાં હેરી બોક્સરે પૂરી ઈન્ડસ્ટ્રીને ધમકાવતા કહ્યું છે કે કપિલ શર્માના કેફે પર પહેલાં અને અત્યારે ફાઈરિંગ એટલે થયું છે કારણ કે તેણે સલમાન ખાનને પોતાના શોના ઉદ્ઘાટન પર બોલાવ્યો હતો. આવનારા સમયમાં જે પણ ડિરેક્ટર, પ્રોડ્યુસર, કલાકાર હશે એ બધાને વોર્નિંગ નહીં આપીએ. હવે ગોળી સીધી છાતી પર ચાલશે. મુંબઈ બધાને ચેતવણી છે તમામ કલાકાર અને પ્રોડ્યુસરને. અમે મુંબઈનો માહોલ એટલો ખરાબ કરી દઈશું કે તમે વિચારી પણ નહીં શકો.
આગળ એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈએ સલમાન ખાન સાથે કામ કર્યું પછી નાનો કે મોટો કલાકાર હશે, ડિરેક્ટર હશે અમે કોઈને નહીં છોડીએ. અમે મારી નાખશું એ લોકોન. કોઈ પણ હદ પર કેમ ના જવું પડે એમને મારવા માટે અમે એને મારી નાખશું. જો સલમાન સાથે કોઈએ પણ કામ કર્યું તો તે ખુદ પોતાની મૃત્યુ માટે જવાબદાર હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કપિલ શર્માના કેનેડા ખાતે આવેલા કેફે પર કારમાં બેસીને કેટલાક લોકોએ ફાઈરિંગ કર્યું હતું. આ પહેલાં પણ 10મી જુલાઈના રોજ કપિલના આ કેફે પર ફાઈરિંગ કરવામાં આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
આ પણ વાંચો…કેનેડામાં કપિલ શર્માના Cap’s Cafe પર ફાયરિંગ: ખાલિસ્તાની આતંકીએ લીધી જવાબદારી, પોલીસ તપાસ શરૂ