મનોરંજન

જાણો કોની સાથે અભિનેત્રી કંગના રણૌત સાસણ ગીરની મુલાકાતે આવી…

અમદાવાદઃ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રણૌટ સૌરાષ્ટ્રના સાસણ ગીરની મુલાકાતે આવી હતી. કંગના પોતાના ભાણેજ પૃથ્વી સાથે આવી હતી અને અહીં તેણે સફારી પાર્કની મુલાકાત લીધી હતી. સવારે કંગનાએ ગીરના એશિયાટિક સિંહ જોયા હતા અને પોતાના આ અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

સાસણ ગીરના વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કંગના મંગળવારે સવારે તેની મોટી બહેનના દીકરા પૃથ્વી સાથે સફારી પાર્કમાં ફરવા ગઈ હતી. તેણે ખુલ્લી જીપ્સીમાં બેસી લગભગ બે કલાક આ વિસ્તારમાં વિતાવ્યાં હતાં. કંગનાએ બે સિંહ અને એક સિંહણ જોયા હતા અને આ અનુભવથી તે ખુશ થઈ ગઈ હતી.

અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગુજરાતને અદભૂત કહ્યું હતું અને અહીંની સુંદરતા, સંસ્કૃતિ ને પ્રામાણિકતાને વખાણી હતી Kangna સાસંદ બન્યાં બાદ ફિલ્મોથી દૂર થઈ છે. તેની ફિલ્મ ઈમરજન્સી બોક્સ ઓફિસ પર ચાલી ન હતી. કંગના હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની ટિકિટ પર જીતી હતી. જોકે ઘણીવાર વિવાદાસ્પદ નિવેદનોને લીધે લાઈમલાઈટમાં આવતી રહે છે.

આ પણ વાંચો…પીરિયડ્સમાં હોઉં ત્યારે પણ હું મંદિરમાં જાઉં છું કારણ કે…જાણો કંગનાએ આ મુદ્દા પર શું વાતો કરી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button