મનોરંજન

Kangana નહીં સુધરે! ગાંધી જયંતિ પર કરી વિવાદાસ્પદ પોસ્ટ, ભાજપના નેતા એ જ વખોડી કાઢી

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાના સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Post)વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે, જેને કારણે તેમણે કોંગ્રેસ ઉપરાંત ભાજપના નેતાઓની ટીકાનો પણ સામનો કરવો પડે છે. ગઈ કાલે ગાંધી જયંતી (Gandhi Jayanti) નિમિતે કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે વિવાદ ઉભો થયો છે, કાંગાને કથિત રીતે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી (Lalbahadur Shastri) સામે મહાત્મા ગાંધીનું કદ ઓછું કરવા પોસ્ટ કરી હતી.

નોંધનીય છે કે અગાઉ, કંગનાએ ખેડૂતોના આંદોલન અને પાછા ખેંચાયેલા કૃષિ કાયદાઓ અંગેની ટિપ્પણીઓ માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, કંગનાને આ મામલે જાહેરમાં માફી પણ માંગવી પડી હતી.

નોંધનીય છે કે 2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન લાલ બાહદુર શાસ્ત્રીની જન્મજયંતી હોય છે. કંગના રનૌતે શાસ્ત્રીજીને તેમની 120મી જન્મજયંતિ પર એક પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પરંતુ તેણે કંઈક એવું લખ્યું જેનાથી તે ઘણા લોકો નિરાશ થયા છે.

કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, ‘દેશના પિતા હોય છે, દેશના પિતા હોય છે. ધન્ય છે આ ભારત પુત્રને.’ અન્ય પોસ્ટમાં, કંગનાએ દેશમાં સ્વચ્છતા અંગે ગાંધીજીના વારસાને આગળ ધપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો હતો.

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે કંગનાની પોસ્ટને વખોડી કાઢી હતી. સુપ્રિયા શ્રીનાતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, ‘BJP સાંસદ કંગનાએ મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર આ અભદ્ર કટાક્ષ કર્યો. ગોડસેના ઉપાસકો બાપુ અને શાસ્ત્રી વચ્ચે ભેદ પાડે છે. શું નરેન્દ્ર મોદી તેમની પાર્ટીના નવા ગોડસે ભક્તને દિલથી માફ કરશે? તેઓ રાષ્ટ્રના પિતા છે, પુત્ર છે, શહીદ છે. દરેકનું સન્માન કરવું જોઈએ.’

ભાજપ નેતાએ પણ કંગનાની ટીકા કરી:

પંજાબ ભાજપના વરિષ્ઠ નેતા મનોરંજન કાલિયાએ પણ કંગના પર નિશાન સાધ્યું હતું. કાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું, ‘હું ગાંધીજીની 155મી જન્મજયંતિ પર કંગના રનૌતની ટિપ્પણીની નિંદા કરું છું. તેમની નાની રાજકીય કારકિર્દીમાં તેમણે વિવાદાસ્પદ નિવેદનો કરવાની આદત કેળવી લીધી છે. રાજકારણ એ તેમનું ક્ષેત્ર નથી. રાજકારણ એ ગંભીર બાબત છે. બોલતા પહેલા વિચારવું જોઈએ. તેમની વિવાદાસ્પદ ટિપ્પણી પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરે છે.’

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત