Kangana Ranaut ‘Thappad’કાંડઃ કંગનાના જીવનમાં રહેલાં ‘ખાસ’ વ્યક્તિ’ની એન્ટ્રી, કહી દીધી આવી વાત…
બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી બનેલી સાંસદ કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ના થપ્પડકાંડમાં દરરોજ નીતનવા ખુલાસાઓ થતાં રહે છે. સોશિયલ મીડિયા અને બોલીવૂડ બે અલગ અલગ ગ્રુપમાં વહેંચાઈ ચૂક્યું છે જેમાં એક ગ્રુપ કંગનના સમર્થનમાં છે તો બીજું ગ્રુપ તેની વિરુદ્ધમાં છે.
હવે આ બધા વચ્ચે કંગના રનૌતના જીવનના ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ છે અને તેણે આ મુદ્દે પોતાની રાય આપી છે. આ ખાસ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ કંગના રનૌતના એક્સ બોયફ્રેન્ડ અને બોલીવૂડના ગ્રીક ગોડ તરીકે ઓળખાતો એક્ટર રીતિક રોશન (Bollywood Actor Hrithik Roshan) છે. આવો જોઈએ શું કહ્યું છે રીતિકે આ મામલે-
રીતિક રોશને આપેલી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. હવે તમને થશે કે આખરે રીતિકે એવું તે શું કહ્યું? ચાલો તમને જણાવીએ. વાત જાણે એમ છે કે હાલમાં જ એક જર્નાલિસ્ટે કંગના સાથે બનેલી ઘટના પર નિંદા કરતી એક સ્ટોરી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં તેણે એવું લખ્યું હતું કે કોઈના પણ મંતવ્ય સાથે અસહમતિ કે સહમતિ દર્શાવવા માટે હિંસાનો માર્ગ ના પસંદ કરી શકાય. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને ઘણા બધા સેલેબ્સ પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પોસ્ટ પર રીતિક રોશન (Bollywood Actor Hrithik Roshan)એ પણ સહમતિ દર્શાવતા લાઈક કર્યું છે અને કંગનાને સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો : ‘Thappad’કાંડમાં CISF Guardનો U-Turn, હવે કહે છે કે માતા માટે તો…
રીતિકે ભલે આ પોસ્ટ પર કોઈ પણ પ્રકારની કમેન્ટ નથી કરી પણ તેણે કરેલી લાઈકથી પણ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. રીતિકની આ હરકતથી ફેન્સ એવું માની રહ્યા છે કે બંને વચ્ચેના વિખવાદને એક્ટરે ભૂલાવી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રીતિક અને કંગના એકસમયે રિલેશનશિપમાં હતા અને પણ કોઈ કારણસર બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને બ્રેકઅપ બાદ કંગનાએ રીતિક રોશન વિશે અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.