આમચી મુંબઈમનોરંજન

કંગના રનૌતે કરોડોની ખોટ ખાઈને વેચ્યો મુંબઈનો બંગલો! BMCનું બુલડોઝર અહીં જ ચાલ્યું હતું

મુંબઈ: કંગના રનૌત(Kangana Ranaut)ની ‘ઇમરજન્સી’ ફિલ્મને સેન્સર બોર્ડે કટ્સ સાથે રિલીઝ કરવાની મજુરી આપી દીધી છે, ફિલ્મ રિલીઝ માટે નવી તારીખની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. કંગના હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, એવામાં અહેવાલ છે કે કંગનાએ મુંબઈના પાલી હિલ(Pali Hills)માં આવેલો બંગલો વેચી દીધો છે, જેમાં કંગનાને કરોડોનું નુકશાન પહોંચ્યું છે.

એક રિપોર્ટ અનુસાર, કંગનાએ હાલમાં જ આ પ્રોપર્ટી 32 કરોડ રૂપિયામાં વેચી છે, હૈદરાબાદની એક કંપનીએ આ બંગલો ખરીદ્યો છે. કંગનાએ આ પ્રોપર્ટી સપ્ટેમ્બર 2017માં ખરીદી હતી. તેણે ડિસેમ્બર 2022માં આ પ્રોપર્ટી સામે ICICI બેંક પાસેથી 27 કરોડ રૂપિયાની લોન પણ લીધી હતી. કંગના આ બંગલાને તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ(Manikarniaka films)ની ઓફિસ તરીકે ઉપયોગ કરતી હતી.

એક યુટ્યુબ ચેનલે વિડિયોમાં દાવો કરતા કહ્યું હતું કે એક પ્રોડક્શન હાઉસની ઓફિસ વેચાણ માટે મુકાવમાં આવી છે. જોકે પ્રોડક્શન હાઉસ અને માલિકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ વીડિયોમાં ઉપયોગમાં લેવાતા વિઝ્યુઅલ્સ દર્શાવે છે કે આ કંગનાની ઓફિસ છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ કમેન્ટ સેક્શનમાં અનુમાન લગાવ્યું હતું કે આ કંગનાની ઓફિસ છે.

અહેવાલ મુજબ 5 સપ્ટેમ્બર, 2024ના રોજ રૂ.1.92 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. 30,000ની રજીસ્ટ્રેશન ફી સાથે સત્તાવાર ટ્રાન્ઝેક્શન નોંધવામાં આવ્યું હતું. દસ્તાવેજો અનુસાર ખરીદનાર શ્વેતા બથીજા છે, જે તમિલનાડુના કોઈમ્બતુરમાં સ્થિત કમલિની હોલ્ડિંગ્સની ભાગીદાર છે.

વીડિયોમાં જણાવવામાં આવ્યું કે કંગના રનૌતના બંગલા અને બહારનો વિસ્તાર 285 ચોરસ મીટર છે. તેમાં 3042 ચોરસ ફૂટનો બંગલો છે, જ્યારે 500 ચોરસ ફૂટનો વધારાનો પાર્કિંગ એરિયા છે. આ બંગલામાં બે માળ છે અને તેની કિંમત 40 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. અહેવાલ મુજબ બંગલાની કિંમત 40 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી અને તેને 32 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો હતો. કંગનાને સીધું 8 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ એ જ બંગલો છે જેના પર વર્ષ 2020 માં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને કાર્યવાહી કરી હતી. સપ્ટેમ્બર 2020માં, BMCએ કંગના બંગલોનો ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યો હતો.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી