Kangana Ranautએ Kapoor Family પર સાધ્યું નિશાન, કહ્યું એ લોકો ઈનસિક્યોર છે…
બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌત (Kangana Ranaut) હંમેશાં તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસમાંથી સાંસદ બનેલી કંગના ફરી એક વખત કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ આપીને લાઈમલાઈટમાં આવી ગઈ છે. આ વખતે કંગનાના નિશાના પર આવ્યો છે કપૂર પરિવાર. રાજ કપૂરની 100મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવાનું આમંત્રણ આપવા માટે આખો કપૂર પરિવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને મળવા પહોંચ્યો હતો. હવે એક્ટ્રેસે આ મામલે પણ ટિપ્પણી આપી છે.
આવો જોઈએ શું કહ્યું કંગનાએ- કંગના રનૌત અવાર નવાર વિવાદાસ્પદ નિવેદનો આપે છે. રણબીર કપૂરથી લઈને આલિયા ભટ્ટ પર પણ કંગના નિશાનો સાધવાનું ચૂકતી નથી. હાલમાં જ કપૂર ખાનદાન પીએમ મોદીને મળવા માટે પહોંચ્યો હતો જેના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. કંગનાએ આ વિશે વાત કરી હતી. કંગનાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ખૂબ જ માર્ગદર્શનની જરૂર છે. આ એક સોફ્ટ પાવર છે અને મના લાગે છે એનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે ભલે તેઓ પીએમ મોદી હોય આપણા બીજા ગાઈડ સૂચના પ્રસારણ મંત્રાલય કે કોઈ બીજો પ્રોગ્રામ. હું છેલ્લાં 20 વર્ષથી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો રહી ચૂકી છું. મને લાગે છે ઈન્ડસ્ટ્રી અનાથ છે અને તેની પાસે કોઈ ગાઈડન્સ નથી.
Also read: સાંસદ કંગના રનૌતની થપ્પડની ઘટના પર કરણ જોહરની આવી પ્રતિક્રિયા
કંગનાએ આગળ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો ખૂબ જ ઈનસિક્યોર છે. તમે એમને થોડા પૈસા આપીને કઈ પણ કરાવી શકો છો. દાઉદ એમને પોતાની પાર્ટીમાં લઈ ડાય છે. મને લાગે છે કે એમને મળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે જેથી એમને લાગે કે પીએમ મોદી અમને મળે છે, અમારા કામની નોંધ લે છે અને અને અમારા વિશે વિચારે છે. તેમને લાગે છે કે તેઓ કંઈ પણ કરી શકે છે.
Also read: હવે આલિયા ભટ્ટનો ભાઈ બનશે કપૂર પરિવારનો જમાઈ…
તેમને લાગે છે તેમને કોઈ જોઈ નથી રહ્યુંસ એટલે આ એક સારું પગલું છે. કંગના રનૌતે કપૂર ખાનદાનનું નામ લીધા વિના જ કપૂર ખાનદાનની ટીકા કરી હતી. એટલું જ નહીં પણ કંગનાએ એવું પણ કહ્યું હતું કે મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો મોકો નથી મળતો અને તેણે આ માટે રિક્વેસ્ટ પણ કરી છે. આશા રાખીએ કે કંગનાને આ મોકો જલદી જ મળે.