કંગના રનોતે કરી બાબા બૈદ્યનાથ મંદિર ધામમાં પૂજા અર્ચના, તસવીરો વાઈરલ…

દેવઘર: બોલીવુડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રનોત જ્યોતિર્લિંગના દર્શન માટે યાત્રા પર નીકળ્યા છે. જેમાં સોમવારે કંગના રનોત દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા અર્ચના કરી હતી. બાબા બૈદ્યનાથ ધામ દેશના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે અને ભગવાન શિવનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. કંગના રનોતે ભગવાન શિવની પૂજા અર્ચના વખતે તમામ વિધિવિધાનનું પાલન કર્યું હતું. તેની બાદ તેમની એક તસવીર વાઈરલ થઈ રહી છે.
કંગનાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ
બાબા બૈદ્યનાથ ધામમાં શિવ મંત્રોનો જાપ, ભજન ગાવા અને રુદ્રાભિષેક કરવો એ સામાન્ય પ્રથા છે. કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આના ફોટા શેર કરતા લખ્યું, “આજે વૈદ્યનાથ અને વાસુકી ધામના દર્શન કર્યા. આ મારી 9માં જ્યોતિર્લિંગની યાત્રા છે. જેમાં ત્રણ હજુ બાકી છે. હું ડિસેમ્બર પૂર્ણ થાય તે પૂર્વે બધા 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગુ છું. કંગનાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
બૈદ્યનાથ ધામ ઝારખંડના દેવઘરમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ
ઉલ્લેખનીય છે એ, દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક, બૈદ્યનાથ ધામ ઝારખંડના દેવઘરમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ છે. જે બાર જ્યોતિર્લિંગમાંથી નવમું જ્યોતિર્લિંગ છે. બૈદ્યનાથ દેશની એવું જ એક જ્યોતિર્લિગ છે જે એક શક્તિપીઠ પણ છે. એવું માનવામાં આવે છે કે તેની સ્થાપના ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર વિશે એવી માન્યતા છે કે, આ મંદિરમાં આવનાર તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી મંદિરમાં સ્થાપિત શિવલિંગને કામના લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બૈદ્યનાથ મંદિર પરિસરમાં તમામ મંદિરોમાં પંચશુલો
આ ઉપરાંત ભગવાન શિવના તમામ મંદિરોમાં ત્રિશૂળ હોય છે. પરંતુ દેવઘરમાં આવેલા બૈદ્યનાથ મંદિર પરિસરમાં શિવ, પાર્વતી, લક્ષ્મી-નારાયણ અને અન્ય તમામ મંદિરોમાં પંચશુલો છે. તેને રક્ષણાત્મક કવચ માનવામાં આવે છે. જે મહાશિવરાત્રીના બે દિવસ પહેલા પહેરવામાં આવે છે.
આ પણ વાંચો…આ કોણ મોઢું ઢાંકીને રામ લલ્લાના દર્શન કરવા પહોંચ્યું? વીડિયો થયો વાઈરલ…



