શું કંગના રનૌત મોટા પડદા પર દેવી પાર્વતીની ભૂમિકા ભજવશે? | મુંબઈ સમાચાર

શું કંગના રનૌત મોટા પડદા પર દેવી પાર્વતીની ભૂમિકા ભજવશે?

કંગના રનૌત તેની ફિલ્મ ‘ચંદ્રમુખી 2’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. દરમિયાન, તેણે કહ્યું હતું કે તે તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં પોતાનો પગ જમાવવા માંગે છે. એટલું જ નહીં, તેણે એ પણ ખુલાસો કર્યો છે કે તેને તાજેતરમાં એક તેલુગુ ફિલ્મમાં દેવી પાર્વતીની ભૂમિકા ભજવવાની ઓફર મળી છે.

એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા કંગના રનૌતે તેલુગુ ફિલ્મ કરવાની તેની ઈચ્છાનો ખુલાસો કર્યો હતો. ક્વિન સ્ટારે જણાવ્યું કે તેને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી ઓફર મળી છે. આ એક નાની ભૂમિકા છે જેમાં માત્ર 3-4 દિવસની મહેનતની જરૂર છે પરંતુ તે દેવી પાર્વતીની ભૂમિકા છે.


હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી કોન્ટ્રોવર્સી ક્વિન કંગનાએ જણાવ્યું હતું કે તેને તેલુગુ ફિલ્મોમાં કામ કરવાની ઘમી ઇચ્છા છે. એવામાં હાલમાં તેને તેલુગુ ફિલ્મમાં એક નાનકડા રોલની ઓફર મળી છે. ફિલ્મમાં એણે દેવી પાર્વતીનો રોલ નિભાવવાનો છે. આ ઘણી નાની ભૂમિકા છે અને તેના શૂટિંગ માટે માત્ર ત્રણ-ચાર દિવસનો સમય જ જોઇએ છે.


તે આ રોલ કરવા માટે પોઝિટિવલી વિચાર કરી રહી છે. ‘મારુ માનવું છે કે એક વાર હું તેલુગુ ફિલ્મમાં આવો નાનકડો રોલ કરીશ તો તેલુગુ ફિલ્મના ચાહકો મને ઓળખતા થઇ જશે અને મારા માટે પણ દક્ષિણની ફિલ્મઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ સરળ બનશે અને કદાચ મને વધુ ઓફર પણ મળશે,’એમ કંગનાએ જણાવ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button