હેં! કંગના રનૌત 2024માં લગ્ન કરશે? બોલો આ અભિનેતાએ ટ્વીટ કરી આપી જાણકારી
મુંબઇ: બોલીવુડની પંગાક્વીન કંગના રનૌત કાયમ કોઇને કોઇ કારણસર ચર્ચામાં હોય છે. કંગનાએ બોલીવુડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે આ પંગાક્વીન જલ્દી જ લગ્ન બંધનમાં બંધાશે તેવી ચર્ચા થઇ રહી છે. જેની જાણકારી કંગનાએ નહીં પણ આ અભિનેતાએ ટ્વીટ કરીને આપી છે.
કંગના રનૌતે તેની 15 વર્ષની કારકીર્દીમાં એકથી એક સારી ફિલ્મોમાં કામ કર્યું છે. કંગનાની આ ફિલ્મોને પ્રેક્ષકોનો સકારાત્મક પ્રતિસાદ મળતો રહ્યો છે. પંગાક્વીન તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહી છે. ત્યારે હવે આ અભિનેત્રીના અંગત જીવન અંગે એક અપડેટ સામે આવી છે. કંગના રનૌત 2024માં લગ્ન કરશે તેવો દાવો કે.આર.કે એ કર્યો છે.
અભિનેતા કમાલ આર ખાન ઉર્ફે કેઆરકે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ હોય છે. ફિલ્મોના ક્રિટિસીઝમ ઉપરાંત તે બોલીવુડના કલાકારો અંગે પોતાનો મત વ્યક્ત કરતો હોય છે. ત્યારે હવે કેઆરકેના એક ટ્વીટે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કમાલ આર ખાને ટ્વીટ કર્યુ છે કે, બ્રેકિંગ ન્યૂઝ: કંગના રનૌત ડિસેમ્બર 2023માં એક બિઝનેસમેન સાથે સગાઇ કરવાની છે. અને એપ્રિલ 2024માં તે લગ્ન બંધનમાં બંધાવા જઇ રહી છે.
કેકેઆરના ટ્વીટ પર સુખી વ્યક્તી, કંગનાના ચાહકો માટે મોટા ન્યૂઝ, બોલીવુડ સ્ટાર કે કોઇ ઔર, કંગનાને ખૂબ ખૂબ શુભકામાનઓ આવી કમેન્ટ્સ ચાહકોએ કર્યા છે. કંગના રનૌત લગ્ન કરવાની છે એવી ચર્ચા છેલ્લાં કેટલાંય સમયથી ચાલી રહી છે. ત્યારે હવે કંગનાનો ભાવી પતિ બિઝનેસમેન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે આખરે તેનો આ ભાવી પતિ છે કોણ એ જાણવા માટે બધા જ ઉત્સુક છે.