કંગના રનૌત સ્ટારર ઇમરજન્સી ટ્રેલર-2 થયું રિલીઝ…
કંગના રનૌતની ઇમરજન્સીનું બીજું ટ્રેલર સોમવારે નિર્માતાઓ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે આ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે. કંગનાએ જ આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનો લીડ રોલ કર્યો છે. આ ફિલ્મ 1977ની દેશમાં લાદવામાં આવેલી કટોકટી પર આધારિત છે. કંગના સાથે આ ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે અને મિલિન્દ સોમન પણ જોવા મળશે.
આ પણ વાંચો : દેવાનું ટીઝર દમદારઃ શાહિદે એક મિનિટમાં ડાન્સ અને એક્શનથી જમાવ્યો રંગ
અનુપમ ખેર જયપ્રકાશ નારાયણની ભૂમિકા ભજવી છે અને શ્રેયસ તળપડેએ ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા નિભાવી છે. મિલિંદ સોમણ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની ભૂમિકા નિભાવી છે.
આ ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે જયપ્રકાશ નારાયણ (અનુપમ ખેર) જેલમાં છે. તેઓ જેલમાંથી ઇન્દિરા ગાંધીને પત્ર લખે છે. ત્યાર બાદ ઇન્દિરા ગાંધી ઇમરજન્સી જાહેર કરે છે. જ્યારે તેમને કહેવામાં આવે છે કે આવા મહત્વપૂર્ણ નિર્ણય માટે કેબિનેટની મંજૂરી જરૂરી છે, ત્યારે ઇન્દિરા કહે છે કે, ‘હું જ કેબિનેટ છું.’ ઇન્દિરા ગાંધીના રોલમાં કંગના રનૌત ઘણી જ પ્રભાવશાળી લાગે છે. પ્રથમ ટ્રેલરની સરખામણીએ આ નવું ટ્રેલર વધુ દમદાર છે.
કંગનાનું પાત્ર વિધાનસભામાં કહે છે કે સત્ય સ્વીકારવાનો એકમાત્ર રસ્તો યુદ્ધ છે. તે અન્ય તમામ નેતાઓની વિરુદ્ધ જાય છે અને નિર્ણય લે છે. ફિલ્ડ માર્શલ સેમ માણેકશા તેને પૂછે છે કે શું તેને યુદ્ધ જોઈએ છે? તે ફક્ત આંખનો એક ઇશારો કરે છે જે પુષ્ટિ કરે છે કે ઇન્દિરા યુદ્ધ ઇચ્છે છે.
ત્યાર બાદ દેશ હિંસા અને અરાજકતામાં ડૂબી જાય છે, કારણ કે ઇન્દિરાએ દેશ પર કટોકટી થોપવાનો નિર્ણય લીધો હતો. પોતાના આ નિર્ણયને થોપવા માટે દરેક સામે લડતા પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પાત્રને કંગનાએ પ્રભાવશાળી રીતે દર્શાવ્યા છે.
આ ટ્રેલર પોસ્ટ કરતા કંગનાએ લખ્યું છે કે, “1975, ઇમરજન્સી — ભારતીય ઇતિહાસનું એક મહત્વનું પ્રકરણ. ઈન્દિરાઃ ભારતની સૌથી શક્તિશાળી મહિલા. તેની મહત્વાકાંક્ષાએ રાષ્ટ્રને બદલી નાખ્યું, પરંતુ તેની #ઇમરજન્સીએ દેશને અરાજકતામાં ધકેલી દીધો.”
આ પણ વાંચો : અક્ષય કુમાર ફરી આવ્યો રિયલ સ્ટોરી સાથેઃ સ્કાય ફોર્સનું ટ્રેલર લૉંચ
આ ફિલ્મ અગાઉ 6 સપ્ટેમ્બર, 2024 ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી મંજૂરી મેળવવામાં નિષ્ફળ ગઈ હતી. હવે આ ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રજાસત્તાક દિનના એક સપ્તાહ પહેલા રિલીઝ થઇ રહેલી આ ફિલ્મ જરૂરથી જોજો.