નવી દિલ્હી: ફ્રાંસની રાજધાની પેરીસની સીન નદીમાં યોજાયેલી ઓલિમ્પિક 2024ની ઓપનીગ સેરેમની (Paris Olympic 2024 opening ceremony) હાલ વિવાદના કેન્દ્રમાં છે. લિયોનાર્ડો દા વિન્સીએ દોરેલાં જીસસ અને તેમના ધર્મ પ્રચકો પર આધારિત વિશ્વ વિખ્યાત ચિત્ર ‘ધ લાસ્ટ સપર’(The last supper)ની મજાક ઉડાવવા બદલ ઓલમ્પિક સમીતિની ટીકા કરવામાં આવી રહી છે. એવામાં હિમાચલના મંડીથી ભાજપ સંસદ કંગના રનૌતે (Kangana Ranaut) પણ ઓપનીંગ સેરેમની ટીકા કરી છે. કંગનાએ આ સેરેમનીને “હાયપર-સેકસ્યુઅલાઈઝ્ડ” અને “ધ લાસ્ટ સપરની નિંદાજનક રજૂઆત” ગણાવી હતી
લિયોનાર્ડો દા વિન્સીનું ‘ધ લાસ્ટ સપર’ ચિત્ર જેરૂસલેમમાં ઇસુને ક્રોસ પર ચડાવ્યા પહેલાં તેમના છેલ્લા ભોજનને દર્શાવતી વિશ્વની સૌથી પ્રખ્યાત કલાકૃતિઓમાંની એક છે.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફોટો પોસ્ટ કરતા, કંગના રનૌતે લખ્યું કે, “ધ લાસ્ટ સપરની હાયપર-સેકસ્યુઅલાઈઝ્ડ નિંદાત્મક પ્રસ્તુતિમાં એક બાળકનો સમાવેશ કરવા બદલ પેરિસ ઓલિમ્પિકમાં વિવાદમાં છે. તેઓએ એક નગ્ન માણસને ઇસુના રૂપે વાદળી રંગ રંગાયેલોમાં દર્શાવ્યો હતો અને ડાબેરીઓ(Leftists)એ ઓલિમ્પિક 2024ને સંપૂર્ણપણે હાઇજેક કરી લીધું છે.”
અન્ય એક સ્ટોરીમાં કંગનાએ વાદળી રંગથી રંગાયેલા પુરુષનો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું કે, “પેરિસમાં ઓલિમ્પિકના ઉદઘાટનમાં નગ્ન શરીર પર પેઇન્ટ કરી ઇસુને રજુ કરાયા.”
બીજી પોસ્ટમાં કંગનાએ લખ્યું કે “ફ્રાંસે 2024 ઓલિમ્પિક માટે વિશ્વને આ રીતે આવકાર્યું… તેઓ શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે? શેતાનની દુનિયામાં આપનું સ્વાગત છે? શું આ તેમનો ઇરાદો છે?”
કંગનાએ પર્ફોર્મન્સનો કોલાજ શેર કર્યો, અને કેપ્શનમાં લખ્યું કે, “ઓલિમ્પિક્સની શરૂઆત સમલૈંગિકતાને પ્રોત્સાહન આપવા વિશે હતી. હું સમલૈંગિકતાની વિરુદ્ધ નથી, પરંતુ મને સમજાતું નથી કે ઓલિમ્પિક્સને કોઈપણની સેકસ્યુઆલીટી સાથે શું સંબંધ છે? સેક્સની ચર્ચાઓ દ્વારા માનવ ઉત્કૃષ્ટતાની શા માટે ઢાંકી દેવમાં આવી રહી છે, સેક્સ કેમ ખાનગી બાબત નથી રહી શકતી, આ વિકૃત છે?
કંગના રનુંઅતે કહ્યું કે આ ખ્રિસ્તીઓનું અપમાન છે. જો કે, પેરિસ ઓલિમ્પિક્સના આયોજકો કે કલાકારોએ પુષ્ટિ કરી નથી કે તેમનું આ પ્રદર્શન ‘ધ લાસ્ટ સપર’ની પ્રસ્તુતિ હતું.
અગાઉ ઈલોન મસ્કે પણ આ રજૂઆતને “ખ્રિસ્તીઓ માટે અત્યંત અપમાનજનક” ગણાવી હતી.
Also Read –