‘ફરીથી રામ રાજ્યનો પુનર્જન્મ થશે’: કંગના રનૌત અયોધ્યા પહોચી
અયોધ્યા: બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા માટે અયોધ્યા પહોચી ગઈ છે. (Kangana Ranaut Ayodhya Visit) કંગનાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અયોધ્યા ધામમાં આવના લોકોરા પુણ્યનું ભાથું બાંધે છે. કંગના રનૌત અયોધ્યા પહોંચતા જ મીડિયા દ્વારા ઘેરા ઈ ગઈ હતી. વાતચીતમાં અભિનેત્રીએ કહ્યું, ‘અયોધ્યા ધામની મુલાકાત લેનારાઓ ઘણું પુણ્ય કમાય છે. અયોધ્યા ધામ આપણા માટે એ જ રીતે મહત્વનું છે જે રીતે વિશ્વમાં વેટિકન સિટીનું મહત્વ છે.
આમંત્રણ મળ્યા બાદ પણ કેટલાક લોકોએ આ પ્રસંગમાં સહભાગી થવાની ના પાડી રહ્યા છે પત્રકારોના તેવા પ્રશ્ન જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘હું શું કહું? આ અમારું સૌભાગ્ય છે કે શ્રી રામે અમને અયોધ્યા આવીને તેમના દર્શન કરવાની બુદ્ધિ આપી છે. એ જ રીતે, તેણે કેટલાક લોકોને દુર્બુદ્ધિ આપી છે જેથી તેઓ ન આવે અને તેને દર્શન કરવાનું ન મળે.
MIM ચીફે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે સરકાર વોટ ખાતર આવું કરી રહી છે. તેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કંગના રનૌતે કહ્યું, ‘જુઓ, જે વીતી ગયું તે વીતી ગયું. જે સનાતન છે તે સત્ય છે. હજારો વર્ષ પહેલા અહીં શ્રી રામ રાજ્ય હતું. પરંતુ રામનું પાત્ર અને ચરિત્ર દરેક ભારતીયના હૃદયમાં જીવંત છે. 22મીએ તેમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. શ્રી રામ સ્વયં આપણને દર્શન આપશે અને સ્વયં મંદિરમાં આવીને વિરાજમાન થશે. અને ફરીથી રામ રાજ્યનો પુનર્જન્મ થશે. જેને શ્રીરામ સદબુદ્ધિ આપશે તેઓ તેમના દર્શન કરવા આવશે. જય શ્રીરામ’
આ અગાઉ પણ કંગનાએ રામ લલ્લાની મૂર્તિના ઘણા જ વખાણ કર્યા હતા. બાલ સ્વરૂપના વખાણ કરતાં કંગના કહે છે કે તેને ભગવાનના બાલ સ્વરૂપની આ જ કલ્પના કરી હતી. સાથે જેકે મૂર્તિકાર અરુણ યોગીરાજની પણ ભારે પ્રશંશા કરી હતી.
કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રામલલાની પ્રતિમાની તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું, ‘મને હંમેશા લાગતું હતું કે બાળપણમાં ભગવાન શ્રી રામ આવા જ દેખાતા હશે અને આજે આ મૂર્તિ સાથે મારી કલ્પના સાચી પડી છે.’ આ પ્રતિમા બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજને ટેગ કરતાં કંગનાએ લખ્યું, ‘તમે ધન્ય છો.’
કંગનાએ આગળ લખ્યું, ‘કેટલી સુંદર અને મનમોહક પ્રતિમા છે. અરુણ યોગીરાજ જી પર ખુદ ભગવાનને પથ્થરમાં કંડારવાનું કેટલું પ્રેશર હશે… હું શું કહું, આ પણ રામની કૃપા છે. અરુણ યોગીરાજ જી, શ્રી રામે સ્વયં તમને દર્શન આપ્યા છે, તમે ધન્ય છો.
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઘણા બોલિવૂડ સેલેબ્સને આમંત્રણ મળ્યું છે. કંગના રનૌત પણ તેમાંથી એક છે. તેમના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો કંગના ટૂંક સમયમાં ‘ઇમરજન્સી’માં જોવા મળશે. આમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. કંગના આ ફિલ્મની ડાયરેક્ટર પણ છે.