મનોરંજન

Anu Kapoorએ હવે ફેરવી તોળ્યું, ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું હું તો Kangana Ranautને…

બોલીવૂડના દિગ્ગજ કલાકાર અનુ કપૂર (Bollywood Legendry Actor Anu Kapoor)એ બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી સાંસદ બનેલી કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ને લઈને એવું નિવેદન આપ્યું હતું કે જેને કારણે તેઓ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા હતા. પરંતુ હવે તેમણે ફેરવી તોળીને કંગના રનૌતની માફી પણ માંગી લીધી છે. આવો જોઈએ શું છે આખો મામલો..

વાત જાણે એમ છે કે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અનુ કપૂરે ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌત સાથે બનેલી ઘટનાને લઈને સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં પોતાની રાય આપવાને બદલે તેમણે કંગનાને લઈને જ અજીબોગરીબ નિવેદન આપવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું કે કોણ છે આ કંગના જી? કોઈ મોટી હીરોઈન છે કે? સુંદર દેખાય છે કે? અનુ કપૂરના આ રિએક્શનને જોઈને તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.

https://twitter.com/annukapoor_/status/1804478927597084705?ref_src=twsrc%5Etfw

સોશિયલ મીડિયા પર તો લોકોએ તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત કંગના રનૌતે તો પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર અનુ કપૂરનો આ વીડિયો શેર કરીને એવો સવાલ પણ પૂછ્યો હતો કે શું તમે પણ અનુ કપૂરજી સાથે સહમત થાવ છો કે સફળ મહિલાઓને આપણે નફરત કરીએ છીએ?

કંગનાની આ પોસ્ટ બાદ અનુ કપૂરે પોતાની આ ભૂલ માટે માફી માંગી છે અને સાત પોઈન્ટ જણાવીને સ્પષ્ટતા કરી છે. અનુ કપૂરે પણ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ કરીને માફી માંગી છે. આ પોસ્ટમાં તેમણે પોતાને એક સિનીયર સિટીઝન અને કંગનાને બહેન કરીને સંબોધી છે. એટલું જ નહીં પણ તેમણે પોતાની પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે તેઓ કંગના રનૌતને નથી ઓળખતા એટલે તેમણે એવું કહ્યું હતું અને આવું કરીને કંગનાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો તેમનો ઈરાદો નહોતો.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button