13 વર્ષ બાદ ફરી Kangna અને Chirag પાસવાનની જોડી અહીં જોવા મળશે!

લોકસભા ચૂંટણીના પરિણામો (Lok Sabha Election Result)ને કારણે બિહારના જાણીતા યુવાન નેતા ચિરાગ પાસવાન (Chirag Paswan) અને મંડી બેઠક પરથી વિજેતા કંગના રનૌત (Kangana Ranavat) ચર્ચામાં છે. આ બંને ઉમેદવારોએ પોતાની બેઠક પરથી જીતીને લોકસભામાં જોવા મળશે. હવે આ બંને કલાકારો તેમની 13 વર્ષ જૂની ફિલ્મને કારણે ચર્ચામાં આવ્યા છે, જેમાં ચિરાગે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
જમુઈથી સાંસદ રહેલા એલજેપીના વડા ચિરાગ પાસવાન આ વખતે હાજીપુરની લોકસભાની સીટ પરથી વિજેતા રહ્યા છે, જ્યારે બીજી બાજુ કંગનાએ રાજકીય કારકિર્દીની શરુઆત મંડીની બેઠક પરથી કરી છે. અહીંની બેઠકમાં કંગનાએ કોંગ્રેસના વિક્રમાદિત્યને 74,000 વોટથી હરાવ્યા છે. હવે આ બંનેનું કનેક્શન શું હશે તો જણાવી દઈએ કે એક જમાનામાં જ્યારે ચિરાગ પાસવાન અને કંગના રનૌતનું એક ફિલ્મમાં એકસાથે જોડાયું હતું.
કંગનાની બોલીવુડની જર્ની ઉતાર-ચઢાવવાળી જોવા મળી છે. 2006માં ગેંગસ્ટર ફિલ્મી કારકિર્દીની શરુઆત કરી હતી અને ફેશન ફિલ્મમાં સપોર્ટિંગ રોલ મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ તનુ વિડસ મનુ, ક્વિન, કટ્ટી બટ્ટી, ચંદ્રમુખી ટુ વગેરેમાં કામ કર્યું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નીતિ અંગે ટીકા કરીને કંગનાએ વેર વહોરી લીધું હતું. એના પછી અન્ય રાજકીય વિવાદોમાં પડી હતી.
બીજી બાજુ ચિરાગ પાસવાને પણ ફિલ્મમાં નસીબ અજમાવ્યું હતું. રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગની કારકિર્દીની શરુઆત 2011માં થઈ હતી. એની પહેલી ફિલ્મ મિલે ન મિલે હમમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેએ એકસાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં લીડ રોલમાં કંગના હતી, જ્યારે ફિલ્મમાં ચિરાગ કંગનાને પ્રેમ કરતો હતો. બંને સિવાય પંજાબી એક્ટ્રેસ નીરુ બાજવા અને ચક દે ઈન્ડિયા સ્ટાર સાગરિકા ઘાટગે પણ હતા. આ ફિલ્મમાં ડાયરેક્ટર તનવીર ખાને ડિરેક્ટ કરી હતી.
મિલે ન મિલ હમ ફિલ્મ ફ્લોપ રહી હતી અને ફિલ્મ લોકોને પસંદ પડી નહોતી, પરંતુ ત્યાર બાદ અભિનેતામાંથી નેતા ચિરાગ બની ગયો. આમ છતાં કંગનાએ તો ફિલ્મોમાં નસીબ અજમાવ્યું પણ હવે સંજોગ એવા ઊભી થયા છે કે બંને એકસાથે ચોક્કસ લોકસભામાં જોવા મળશે.