મનોરંજન

Kalki 2898 ADએ કર્યો આટલો ધંધોઃ આમિરની ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો

મુંબઈઃ કલ્કી 2898 એડીનો જાદુ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દર્શકો પર ચાલી ગયો છે. પ્રભાસની આ ટેકનો-એક્શન ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે કલ્કી 2898 એડીએ તેની રિલીઝના 12 દિવસ પછી પણ બોક્સ ઓફિસ પર મજબૂત કલેક્શન ચાલુ રાખ્યું છે અને હવે આ ફિલ્મ વિશ્વભરમાં 900 કરોડ રૂપિયાના ક્લબનો ભાગ બની ગઈ છે.

અમિતાભ બચ્ચન, દીપિકા પદુકોણ, પ્રભાસ સ્ટારર ફિલ્મ કલ્કી 2898 એડી 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને દરરોજ કોઈને કોઈ રેકોર્ડ તોડી રહી છે. હવે 11 દિવસમાં ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 900 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ જાણકારી ખુદ ફિલ્મના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપવામાં આવી છે. કલ્કી 2898 એડીના નિર્માતાઓએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે અને લખ્યું છે – એક મેજિકલ માઈલસ્ટોન તરફ આગળ વધી રહ્યા છીએ.

આ પણ વાંચો : કલ્કી 2898એ ઉડાવી અજય દેવગનની ઉંઘ, લીધો આવો નિર્ણય

આમિર ખાનની ફિલ્મના રેકોર્ડ તોડ્યા
કલ્કી 2898 એડીએ અત્યાર સુધી બાહુબલી, સલાર અને ગદર 2 જેવી ફિલ્મોના વિશ્વવ્યાપી કલેક્શનના રેકોર્ડ તોડી નાખ્યા છે, તો તેણે આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પણ માત આપી છે. દસ વર્ષ પહેલા 2014માં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ પીકે ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ છે. તેણે વર્લ્ડવાઈડ બોક્સ પર રૂ. 792 કરોડનું મજબૂત કલેક્શન કર્યું હતું. હવે કલ્કી 2898 એડીએ 900 કરોડની કમાણી કરીને પીકેને પાછળ છોડી દીધી છે.

ચાર વર્ષ થયા ફિલ્મને પૂરી કરતા
તમને જણાવી દઈએ કે નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મ કલ્કી 2898 એડીની કિંમત 600 કરોડ રૂપિયા હતી અને તેને બનાવવામાં 4 વર્ષ લાગ્યા હતા. ફિલ્મમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, દિશા પટણી, કમલ હાસન જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે.

Show More
Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker