મનોરંજન

સાત દિવસમાં રેકોર્ડ કમાણી કરી ‘કલ્કી 2898 AD’એ

પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 AD’ ગયા ગુરુવારે થિયેટરોમાં ધમાકેદાર રીતે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે લોકોનો ક્રેઝ એવો હતો કે દેશભરમાં ઘણી જગ્યાએ આ ફિલ્મના મોર્નિંગ શૉ પેક થઇ ગયા હતા. ભારતીય પૌરાણિક કથાઓને વિજ્ઞાન સાથે જોડતી ગ્દર્શક નાગ અશ્વિનની આ ફિલ્મ પહેલા જ દિવસથી લોકોને પ્રભાવિત કરવા લાગી હતી. 
પ્રભાસના સ્ટારડમ અને અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસન જેવા મેગા સ્ટાર્સની હાજરીને કારણે ‘કલ્કી 2898 AD’ માટે લોકોમાં શરૂમાં ઘણી ઉત્તેજના હતી. લોકો તરફથી મળેલી પ્રશંસા અને ફિલ્મની સકારાત્મક સમીક્ષાઓએ ફિલ્મને વધુ શક્તિશાળી બનાવી દીધી હતી. લોકોના પ્રેમે’કલ્કી 2898 AD’ને પહેલા દિવસથી જ જોરદાર કમાણી આપવાનું શરૂ કરી દીધું હતું. બુધવારે, ફિલ્મે સિનેમાઘરોમાં 7 દિવસ પૂરા કર્યા છે અને આ સમયમાં તેણે બોક્સ ઓફિસ પર તેની સ્થિતિ મજબૂત કરી લીધી છે.

આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થઇ હતી, તેથી તેના પ્રથમ અઠવાડિયામાં ચાર દિવસ મળ્યા હતા. વીક એન્ડમાં તેણે 309 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. સોમવારે પણ આ ફિલ્મ કમાણીના આંકડામાં થોડા ઘટાડા સાથે 34.15 કરોડ રૂપિયાી કમાણી કરવામાં સફળ રહી હતી. ત્યાર બાદ મંગળવારે ફિલ્મની કમાણી ઘટીને 27 કરોડ રૂપિયા થઇ ગઇ. બુધવારે ફિલ્ની કમાણીનો આંકડો 23 કરોડ રૂપિયા પર અટકી ગયો. હવે ફિલ્મનું કુલ નેટ ઈન્ડિયા કલેક્શન 393 કરોડ રૂપિયાથી થોડું વધારે થઈ ગયું છે.

આ પણ વાંચો : Kiara Advaniએ Siddharth Malhotra સાથે લગ્ન કરવા લીધો Black Magicનો સહારો? જોખમમાં છે એક્ટરની જાન?

‘કલ્કી 2898 AD’ના હિંદી વર્ઝને મંગળવારે 13 કરોડ અને બુધવારે 11.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ આ ફિલ્મ હિન્દીમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. પ્રભાસની ફિલ્મનું નેટ હિન્દી કલેક્શન 7 દિવસમાં 152 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે અને તેણે 2024માં હિન્દીનું પ્રથમ સપ્તાહનું સૌથી મોટું કલેક્શન કર્યું છે.

અન્ય કલાકારોની ફિલ્મોની વાત કરીએ તો રીતિક રોશનની ‘ફાઇટર’એ પ્રથમ સપ્તાહમાં લગભગ 140 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે અજય દેવગનની ‘શૈતાન’એ પ્રથમ સપ્તાહમાં 81.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘કલ્કી 2898 AD’એ તેમને મોટા માર્જિનથી પાછળ છોડી દીધા છે. આ વર્ષે હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ ‘ફાઇટર’ના નામે છે, જેનું જીવનકાળનું કલેક્શન 213 કરોડ રૂપિયા હતું. આ પછી રૂ. 149 કરોડના કલેક્શન સાથે અજય દેવગનની ‘શૈતાન’ બીજા સ્થાને હતી. પ્રભાસની ‘કલ્કી 2898 AD’એ માત્ર સાત દિવસમાં શૈતાન’ને પાછળ છોડી દીધી છે. એવું માનવામાં આવે છે કે ‘કલ્કી 2898 AD’બીજા સપ્તાહના અંતે સારો ઉછાળો મેળવશે. બીજા વીકેન્ડમાં પ્રભાસની ફિલ્મ ‘ફાઇટર’ના લાઇફટાઇમ કલેક્શનને પાર કરી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ