IPL 2024મનોરંજનસ્પોર્ટસ

હાર કે જીતને વાલે કો બાઝીગર કહેતે હૈ… ભારતની હાર બાદ બોલીવુડ આવ્યું ટીમ ઇન્ડિયાના સપોર્ટમાં

મુંબઇ: વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવીને છઠ્ઠીવાર વિશ્વ વિજેતા બન્યું છે. ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટતાં ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા હતાં. ત્યારે વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ અનેક બોલીવુડ કલાકારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી.

સુનીલ શેટ્ટીએ ઇસ્ટાગ્રામ સ્ટોરી પર ટીમ ઇન્ડિયાનો ફોટો શેર કરી લખ્યું કે, મારી ટીમ ઇન્ડિયા માટે ખરાબ દિવસ, પણ આપણને ટીમ ઇન્ડિયા માટે ખરાબ ના લાગવું જોઇએ. કારણ કે તેઓ દસ મેચ રમ્યા છે. અને દરેક મેચમાં સારી બોલીંગ, બેટીંગ કરી છે. હું તેમની મહેનતની પ્રશંસા કરું છું.


અજય દેવગણે ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરતી એક પોસ્ટ લખી હતી. તેણે લખ્યું કે, ટીમ ઇન્ડિયા છેલ્લે સુધી સારું જ રમી છે. અમને કાયમ તેમની પણ ગર્વ છે. કરીના કપુરે લખ્યું તે, ખાલી પ્રેમ અને આદર….ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ઉત્તમ હતું. રિતેશ દેશમુખે પણ ટીમ ઇન્ડિયા માટે એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે લખ્યું હતું કે, વી લવ યુ, વી સ્ટેન્ડ બાય યુ, વી આર પ્રાઉડ ઓફ યુ.


જ્યારે કાજોલે ટીમ ઇન્ડિયાના ફોટો સાથે તેની ફિલ્મનો ડાયલોગ શેર કરી લખ્યું કે, હાર કર જીતનેવાલે કો બાજીગર કહેતે હૈ. તમે ખૂબ જ સારું રમ્યા છો. અને ઓસ્ટ્રેલિયાને અભિનંદન. જાણીતા અભિનેતા બોમન ઇરાનીએ લખ્યું કે, ટીમ ઇન્ડિયા કાયમ સારું રમતી આવી છે અને અત્યારે પણ સારું જ રમી છે.


બોલીવુડના મહાનાયક ઇમિતાભ બચ્ચને તેમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ લખી છે કે, સાહસી પ્રયાસો બાદ એક આવો પરાજય. મેન ઇન બ્લ્યુ તમારું પરફોર્મન્સ ખૂબ જ સારું હતું. અમને એ વાતનો અભિમાન છે. જ્યારે જુનીયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચને પણ ટીમ ઇન્ડિયાના સપોર્ટમાં એક પોસટ કરી હતી જેમાં તેણે લખ્યું કે, ખૂબ સારા પ્રદર્શન બાદની હાર છે, તમે ખૂબ જ સારું રમ્યા છો. અમને તમારા પર ગર્વ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button