મનોરંજન

કાજોલ-રાનીના કાકાનું નિધન: બોલીવુડના કલાકારો અંતિમસંસ્કારમાં હાજર

કાજોલ-રાની મુખર્જીના કાકા તથા અભિનેત્રી શરબની મુખર્જીના પિતા રોનો મુખર્જીનું આજે મુંબઈમાં નિધન થયું હતું. રોનો મુખર્જીએ બે ફિલ્મો – હૈવાન (1977) અને તુ હી મેરી ઝિંદગી (1965) દિગ્દર્શિત કરી હતી. આ મુશ્કેલ સમયમાં તેના પિતરાઈઓ, દિગ્દર્શક અયાન મુખર્જી અને અભિનેત્રી તનિષા મુખર્જી તેમના ઘરે તેમનો સાંત્વના આપવા પહોંચ્યા હતા.

શરબનીનો અભિનેત્રી કાજોલ સાથે ગાઢ સંબંધ છે, જે ઘણીવાર દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન તેની સાથે જોવા મળે છે. જોકે, એવું લાગે છે કે કાજોલ આ વખતે તેની નવી ફિલ્મ ‘મા’ના પ્રમોશનમાં વ્યસ્ત શેડ્યૂલને કારણે મુલાકાત લઈ શકી નહોતી.

આ પણ વાંચો: જાણીતા મોડેલ અને અભિનેતા મુકુલ દેવનું નિધન…

આ વર્ષે 14 માર્ચના હોળીના અવસર પર અયાન મુખર્જીના પિતા અને અભિનેતા દેબ મુખર્જીનું નિધન થયું હતું. રોનો મુખર્જીની દીકરી શરબનીએ કૈસે કહું કે, પ્યાર હૈ (2003), ગોડ ઓન્લી નોઝ! (૨૦૦૪), મોહનદાસ (૨૦૦૯), 332 મુંબઈ ટુ ઈન્ડિયા (૨૦૧૦) અને બોર્ડર (૧૯૯૭) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અયાન મુખરજીના જીજાજી આશુતોષ ગોવારીકર પણ આ દુઃખદ પ્રસંગે પરિવાર સાથે હાજર હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button