મનોરંજન

Kajol એ કરાવ્યું ફોટોશૂટ, ફોટો જોઈને યુઝરે કહ્યું…

બ્લેક બંગાળી બ્યુટી કાજોલ પોતાની એક્ટિંગની સાથે સાથે જ પોતાના સેન્સ ઓફ હ્યુમર માટે પણ એટલી જ જાણીતી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કાજોલના લેટેસ્ટ ફોટોશૂટના ફોટોશૂટ આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. કાજોલના આ ફોટો જોઈને ફેન્સ એકદમ ખુશમખુશ થઈ ગયા છે. યુઝર્સ આ ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. આવો જોઈએ શું છે ખાસ આ ફોટોશૂટમાં…

આ પણ વાંચો : લગ્ન પહેલા જ નાગા-શોભિતાના વેડિંગ કાર્ડ થયું વાયરલ, આ દિવસે કપલ સાત ફેરા લેશે

કાજોલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રિન્ટેડ ડ્રેસના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં કાજોલ ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ આ ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને ઢગલો પ્રેમ આપી રહ્યા છે. એક યુઝરે આ ફોટો પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું મેરી પ્યારી રાની… બીજા એક યુઝરે લખ્યું હતું કે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો અને તમે મારા સૌથી ગમતાં અભિનેત્રી છો.

અન્ય અભિનેત્રીની જેમ જ કાજોલ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. જે ગણતરીની સેકન્ડમાં જ વાઈરલ થઈ જતાં હોય છે. જોકે, એક વખત કાજોલે ખુદ કહ્યું હતું કે સોશિયલ મીડિયા વિનાની જે જિંદગી તેણે જીવી છે એ વધારે સારી રહી છે. આ પહેલાં 14મી નવેમ્બરના ચિલ્ડ્રન્સ ડે પર કાજોલે પોતાના બંને સંતાનોના ફોટો શેર કરીને ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી.

આ પણ વાંચો : ખુશી કપૂરનો સેક્સી લૂક વાયરલ, ઈન્ટરનેટ પર લાગી આગ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ કાજોલ નેટફ્લિક્સ પર આવેલી સિરીઝ દો પત્તીમાં જોવા મળી હતી. જેમાં તેની ક્રિતી સેનન પણ જોવા મળી હતી. દર્શકોને આ સિરીઝ પસંદ આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button