Viral Video: દુર્ગા પંડાલમાં કાજોલ સાથે બની એવી હરકત કે જોઈને થઈ જશો શરમથી પાણી પાણી…

બોલીવૂડ એક્ટ્રેસ કાજોલે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ધામધૂમથી દુર્ગા પૂજાના પાવન પર્વની ઉજવણી કરી અને આજે વિજયા દશમીના દિવસે પણ દુર્ગા પૂજાના પંડાલમાં કાજોલ જોવા મળી હતી. જોકે, સોશિયલ મીડિયા પર કાજોલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તેને ખોટી રીતે સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. ફેન્સ આ વીડિયોને જોઈને રિએક્ટ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં કાજોલ વ્હાઈટ કલરની સાડી પહેરી હતી અને માથા પર બિંદી લગાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભયંકર વાઈરલ થઈ રહ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે જ્યારે કાજોલને સિક્યોરિટીએ રોકી તો તે ચોંકી ઉઠી.
આ પણ વાંચો : ટાઈટ ડ્રેસ અને હાઈ હિલ્સ સેન્ડલ્સમાં કાજોલ થઈ ટ્રોલ, આ સેલિબ્રિટીએ ઝાટક્યા ટ્રોલર્સને
કાજોલ આ વાઈરલ વીડિયોમાં દાદરા પરથી ઉતરતી જોવા મળી રહી છે અને એક ઉપર ચઢી રહેલી વ્યક્તિ કાજોલને ખોટી રીતે સ્પર્શ કરતો જોવા મળી હતી. આવી સ્થિતિમાં કાજોલ હતપ્રભ થઈ જાય છે અને તે ગુસ્સામાં આંખો કાઢીને જોઈ રહે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અને નેટિઝન્સ દાવો કરી રહ્યા છે કે એ વ્યક્તિ કોઈ સિક્યોરિટી નથી અને તેણે કાજોલને ખોટી રીતે સ્પર્શ કર્યો છે.
આ પણ વાંચો: કાજોલે દીકરી અને દીકરાને લઈને કહી એવી વાત કે…
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ સિક્યોરિટી નહીં પણ ઠરકી અંકલ છે. બીજા એક ફેને લખ્યું છે કે આવા અણછાજતા સ્પર્શથી તે પણ ખૂબ જ અસહજ થઈ ગઈ હતી સિક્યોરિટીને કારણે નહીં. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે એણે ખરેખર ખરાબ રીતે સ્પર્શ કર્યો હતો. પ્લીઝ આ વ્યક્તિને સવાલ કરો અજય દેવગણ. આ બિલકુલ માફીને લાયક નથી. અમે મહિલાઓ સામે આવા વર્તનની પરવાનગી ના આપવી જોઈએ કાજોલ.
હવે કાજોલ જેવી સેલિબ્રિટી સાથે જાહેર સ્થળે આવી હરકત થાય ત્યારે મુંબઈ જેવા શહેરમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…